________________
પ્ર૦ ૩, શ્રાવકનાં છઠ્ઠા વ્રતનાં અતિચારો
૧૩
હવે છઠ્ઠા વ્રતના અતિચારે કહે છે.
मूल-मानस्य निश्चितस्यो-र्वाऽधस्तियं च व्यतिक्रमाः ।
ક્ષેત્રપૃદ્ધિ સ્મૃતિ મૃતા આઘ-ગુણત્રને પણ અર્થાત જવા આવવા વગેરે માટે નિશ્ચિત કરેલી ભૂમિના પ્રમાણથી ઉર્ધ્વ-અધે અને તિર્થી દિશામાં અધિક જવા-આવવાથી ત્રણ, અને ક્ષેત્રવૃદ્ધિ કરવાથી તથા પ્રમાણુનું વિસ્મરણ થવાથી બે, એમ પાંચ અતિચારો પહેલા ગુણવ્રતમાં કહ્યા છે. જેમ કે
૧. ઉચે- પર્વતના શીખર વગેરે. ૨. નીચે- ભેંયરું, સુરંગ, સમુદ્રતળ વગેરે અને
૩. તિછું – આઠ દિશા, એમ દશ દિશામાં પ્રત્યેકમાં અમુક ગાઉ કે જન ઉપરાંત ગમનાગમન નહિ કરવાનું ધાર્યું હોય, તેમાં અનુપયોગથી કે વગર વિચાર્યું અધિક જવાથી કે જવાની ઈચ્છા વગેરે અતિક્રમ, વ્યતિક્રમ વગેરે કરવાથી તે તે દિશાને અતિચાર લાગે અને જાણીને જાય તે નિયમ ભાંગે. અહીં વૃદ્ધ પરંપરા એવી છે કે વિસ્મૃતિ કે અનુપગથી અધિક ભૂમિ જતાં ખ્યાલ આવે કે હું દૂર આવી ગયે, તે ત્યાંથી પણ પાછા ફરવું, બીજાને પણ આગળ મોકલો નહિ, ત્યાંથી વસ્તુ પિતે લાવવી નહિ, મંગાવવી નહિ અને મંગવ્યા વિના પણ કોઈ લાવે તે પોતે વાપરવી નહિ, લેવા કે વાપરવાથી વ્રતનો ભંગ થાય. તીર્થયાત્રાદિ ધર્મકાર્યો માટે તો નિયમ ઉપરાંત દૂર પણ જવાય. વિશેષમાં “હું જાઉં નહિ, કે બીજાને મેકલું નહિ એવું વ્રત હોય તે પોતે અધિક ભૂમિમાં જાય કે બીજાને મેકલે તે પણ વ્રત ભાંગે, પણ માત્ર “મારે જવું નહિ” એટલું જ વ્રત હોય તે બીજાને મોક્લી શકાય.
૪. ક્ષેત્રવૃદિ– આ અતિચારમાં અમુક દિશામાં ધારેલું પ્રમાણ ઘટાડીને તેટલું બીજી દિશામાં વધારીને નિયમ ઉપરાંત દૂર જાય, છતાં એમ માને કે મેં બે દિશાનું કુલ પ્રમાણ ધાર્યું હતું તે પ્રમાણે સરવાળે સરખું જ પાળ્યું, માટે મારું વ્રત અખંડ છે, એમ નિયમ ભાગવા છતાં પાલનની બુદ્ધિ હોવાથી ભંગાભંગ રૂપ અતિચાર કહ્યો છે.
૫. સ્મૃતિભ્રંશ અતિચાર- તેમાં ધારેલા પ્રમાણનું વિસ્મરણ થવાથી જતી વેળા સંદેહ થાય કે મેં પચાસ એજન ધાર્યું હતુ કે સો જન? એમ સે જન પ્રમાણ ધાર્યું હોય તે પણ સંદેહ છતાં પચાસ ઉપરાંત જાય તે અતિચાર અને તે ઉપરાંત જાય તે વ્રતભંગ થાયઃ આ કારણે જ વ્રતધારકે પિતાના વ્રત- નિયમોનું વાર વાર સ્મરણ કરવું જોઈએ. સઘળી ક્રિયાઓમાં ઉપયોગ એ જ ધર્મ છે.
હવે સાતમા વ્રતના અતિચારે કહે છે.