________________
૧૨૨
ધર્મ સંગ્રહ ગુ૦ ભા૦ સારોદ્ધાર ગ. ૪૮
પ. સેના રૂપા સિવાયની સર્વ ધાતુઓ, તેનાં વાસણ, કાષ્ટ વગેરેના પલંગ, ખુરશી, હીંચકા વગેરે સર્વ પ્રકારની વસ્ત્રપાત્રાદિ વિવિધ ઘરવખરી તે પાંચમે કુખ્ય નામને પરિગ્રહ જાણુ.
આ સર્વને નિયમ ઉપરાંત સંગ્રહ કરે તે તત્વથી વ્રતભંગ છતાં અતિચાર કેવી રીતે થાય તે માટે કહે છે કે
___ मूल-बन्धनाद्योजनाहानाद् गर्भतो भावतस्तथा ।
कृतेच्छापग्मिाणस्य न्याय्याः पश्चापि न ह्यमी ॥४८॥ ઉપર જણાવેલા પાંચ પ્રકારના પરિગ્રહપ્રમાણ કરનારને ક્રમશઃ બંધનથી, જેડવાથી, દાનથી, ગર્ભથી અને ભાવથી અમ પાંચેય અતિચારે સેવવા તે યંગ્ય નથી. જેમ કે
૧. ધનધાન્યના પરિમાણથી અધિક કોઈ ભેટથી, લેણથી આવે, કે વેચાણ લેવાનો પ્રસંગ આવે, તે વ્રતભંગના ભયે સામાને કહે કે હાલ તમારે ત્યાં મારા થકું રાખો, મારા નિયમની મુદત પછી, અગર થોડું વેચાયા પછી કે અમુક સમય પછી લઇશ, અગર અમુક મુદતનું સાટું (સેદે) કરી તેને ત્યાં રખાવે, અથવા લઈને ગાંઠ વગેરેથી બાંધીને અલગ મૂકી રાખે, અને પરાયું માને તે વ્રતરક્ષાના પરિણામ છતાં તત્ત્વથી વ્રત ભંગ થાય, માટે ભંગાભગ રૂપ અતિચાર જાણે.
૨. ક્ષેત્ર કે મકાન ધારેલી સંખ્યાથી વધી જાય ત્યારે બાજુનું ખરીદ કરી પિતાના મૂળ ખેતર કે ઘરની સાથે જોડી દે, વાડ કે ભીંત તેડી બેનાં એક બનાવી દે, તેથી સંખ્યા સચવાય પણ તત્ત્વથી પ્રમાણ ઉપરાંત રાખ્યું માટે અતિયાર લાગે.
૩. રૂછ્યું કે તેનું પ્રમાણથી વધી જવાને પ્રસંગ આવે, ત્યારે પણ લેભથી છેડે વખત બીજાને સેપે અગર સ્ત્રી-પુત્રાદિના નામે ચઢાવીને માલિકી પિતાની રાખે, તેથી અતિચાર લાગે.
૪. દ્વિપદ અને ચતુષ્પદમાં પણ પ્રમાણથી સંખ્યા વધી જવાના ભયે ગર્ભમાં હોય તેને ન ગણે, અગર વ્રતભંગના ભયથી ગર્ભ કેટલાક સમય પછી ધારણ કરાવે, એમ અતિચાર લાગે અને
૫. કુખ્યમાં પ્રમાણથી અધિક રાખવાની ઈચ્છા થાય કે વારસામાં લેણામાં કે બક્ષીસ વગેરેથી આવે, ત્યારે વાસણ વગેરેને ભાગીને (ભેગા કરીને) મોટાં કે વધારે વજનવાળાં કરાવે, એમ સંખ્યાનું પ્રમાણ સાચવવા છતાં અતિચાર લાગે.
આ પાંચ અતિચારમાં વ્રતરક્ષાના પરિણામ હોવાથી દેશથી વ્રતપાલન છતાં દેશથી બંગ હોવાથી ભંગાભંગરૂપ અતિચારો જાણવા.