________________
પ્ર૭ ૩ શ્રાવકનાં વ્રતોનાં અતિચાર
જાય અને વિવેકથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, વગેરે વિચારી અનુગ્રહ બુદ્ધિથી વૈરાગ્યપૂર્વક જે વહરે તે વસ્તુથી શ્રાવક નિર્વાહ કરે.
વહોરાવ્યા પછી શક્તિ પ્રમાણે સાથે વળાવવા જાય. અતિથિસંવિભાગ સિવાય પણ શ્રાવક દરરોજ દાન દઈને ભજન કરે, અગર ભોજન પછી પણ દાન આપે. સાધના અભાવે (નયસારની જેમ) ક્યાંયથી સાધુ પધારે તે દાન દઈને ભેજન કરું એવી ભાવનાથી ચારે દિશામાં જતો રહે. એમ કરવાથી ભાવનાના પ્રભાવે સાધુને યોગ મળી પણ જાય.૨૩
આ વ્રતના આરાધના માટે શ્રાવક દરજ ગુરુને દાન લેવા પધારવાની વિનંતિ કરતો જ રહે અને સગાનુસાર દાન કરતો રહે. દેવોના દેવી ભેગે, સમૃદ્ધિ, સામ્રાજ્ય અને તીર્થકર પદની પ્રાપ્તિ પણ આ વ્રતનાં ફળે છે. શાલિભદ્રજી, મૂળદેવ, ધન્નાજી, વગેરેનાં દષ્ટાન્ત પ્રસિદ્ધ છે. છતી સામગ્રીએ પણ મુનિદાન નહિ કરવાથી કે અનાદર કરવાથી દાસપણું, દુર્ગતિ, દીર્ભાગ્ય, વિગેરે દુષ્ટ ફળે પણ આવે છે. ત્રણે કાળના સર્વ તીર્થકર એ ચાર પ્રકારમાં દાન ધર્મને પ્રથમ કહ્યું છે, તેમાં પણ ગૃહસ્થને સુપાત્રદાન મુખ્ય ધર્મ છે.
એ પ્રમાણે અહીં સુધી સમ્યકત્વપૂર્વક બારવ્રતરૂપ શ્રાવકનો વિશેષ ધર્મ કહ્યું હવે તે દરેકના અતિચારોનું વર્ણન કરીશું.
__ मृल-एषां निरतिचागणां, पालन शुभभावतः ।
पञ्चपञ्चातिचाराश्च, सम्यक्त्वे च प्रतिव्रते ।।११।। અર્થાત્ પૂર્વે કહ્યાં તે તેનું શુભભાવથી અતિચાર રહિત પાલન કરવું જોઈએ, તે અતિચારો સમ્યકત્વ અને પ્રત્યેક વ્રતમાં પાંચ પાંચ કહ્યા છે. અતિચાર એટલે સ્વીકારેલા વ્રત - નિયમાદિને દેશથી (અમુક અંશમાં) ભંગ કરાવનાર આત્માને અધ્યવસાય. એવા અધ્યવસાયને વશ થયા વિના ઘાતી કર્મોના પશમ રૂપ શુભભાવથી સમ્યકત્વ અને વ્રતનું નિર્મળ પાલન કરવું તે ગૃહસ્થને વિશેષ ધર્મ છે. માટે તે અતિચારોને પણ જાણવા જોઈએ, તેથી હવે તે તે અતિચારને કહે છે.
૨૨. કારણ કે તપને ઉદ્દેશ છેડી વસ્તુથી નિર્વાહ કરી ભેગો પ્રત્યે ત્યાગ અને વૈરાગ્યની વૃદ્ધિ કરવાને કહ્યો છે. ભોગ એ મોટો રોગ છે, જેમ જેમ ભગવાય તેમ તેમ ભૂખ (જરૂરીઆત) વધતી જ રહે. આ જીવે અનંતા ભૂતકાળમાં અનેકશઃ દેવી સુખે ભગવ્યાં અને સર્વ પર્વતે જેટલે આહાર તથા સમુદ્રો જેટલા પાણી વાપર્યા, તે પણ તૃપ્તિ ન થઈ તે હવે શી રીતે થાય છે માટે વાપરતાં પણ આવી ભાવના ભાવતે શ્રાવક પારણે પણ ઊણેદરી કરે અને લાલુપતા તજી વૈરાગ્યની વૃદ્ધિ કરે. એ રીતે વાપરવા છતાં પણ તપ કહ્યો છે, અને કુરગડુ મુનિની જેમ માટી નિર્જરા પામે છે.
૨૩. ન મળે તે સાધમિક અગર સામાન્ય વાચકને પણ દાન દઈને ભજન કરે. વિશેષ વિધિ મોટા ભાષાન્તરથી જાણવો.