________________
ધમસંગ્રહ ગુ૦ ભા૦ સાકાર ગા, ૦.
જિનેશ્વરએ અતિથિસંવિભાગવત કહ્યું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે- તિથિઓ, પર્વો અને ઉત્સવાદિ સર્વ આલંબને જે મહાત્માએ તજ્યાં છે, તે અતિથિ અને શેષ ભિક્ષુઓને અભ્યાગત જાણવા. અર્થાત્ જેને સર્વ દિવસે ધર્મની આરાધના માટે જ છે, તેવા મહાત્માને અતિથિ જાણવા. અહીં શ્રાવક ધર્મનું વર્ણન હોવાથી તેવા જૈન મુનિઓને અતિથિ સમજવા. તેઓને મનવચન-કાયાની શુદ્ધિપૂર્વક આહાર, વસ્ત્ર, પાત્ર, મકાન, પાટ, પાટલા, વગેરે આપવું તે અતિથિસંવિભાગ વ્રત છે. શ્રાવકધર્મપ્રાપ્તિમાં શ્રીઉમાસ્વાતિ વાચકે તે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ ચારેયને અતિથિ કહ્યા છે.
આ વ્રતમાં અતિથિ- સાધુને, સં- સભ્ય (બદલાની ભાવના, અભિમાન, તિરસ્કાર વગેરે દ વિના) વિ- વિશિષ્ટ રીતે (પશ્ચાત કર્મ વગેરે દેશ ન લાગે તેમ) ભાગપિતાની વસ્તુને અમુક અંશ આપવાનું વ્રત એ અર્થ છે.
તાત્પર્ય કે ન્યાયપાર્જિન ધનથી મેળવેલી, જીવરહિત, સાધુની ગોચરીના ૪૨ દોષ રહિત નિર્દોષ, અને સંયમમાં કપે તેવી સંયમે પકારક વસ્તુઓ દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને કમથી આત્મકલ્યાણ માટે સાધુને આપવી તે અતિથિસંવિભાગ. તેમાં દેશ- ડાંગર અનાજ વગેરે અહીં સુલભ કે દુર્લભ છે? તે વિચારવું, કાળ- સુકાળ – દુષ્કાળના ખ્યાલ કરવા, શ્રદ્ધા જડ સ્વાર્થ વિના કેવળ આત્મદ્ધારની ભાવનાથી, સત્કાર- અતિથિનું બહુમાનપૂર્વક વિનય કરીને કૃતજ્ઞભાવે. કમથી- પૂર્વે દુર્લભ, શ્રેષ્ઠ, પથ્ય, અને પછી શેષ વસ્તુની વિનંતિ કરવી. આવી વિધિથી કરેલું દાન વિશિષ્ટ ફળ આપે છે, વગેરે યેગશાસ્ત્ર ટીકામાં કહ્યું છે. સંધપ્રકરમાં તે કહ્યું છે કે ધીર અને જિનાજ્ઞાપાલક ઉત્તમ શ્રાવકો તો કચ્ચ છતાં સાધુને વહરાવી ન હોય તે વસ્તુ પિતે વાપરે નહિ, માટે અતિસંપત્તિ ન હોય તે થોડામાંથી પણ શેડું આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ, વગેરેનું દાન કરવું જોઈએ.
પ્રશમરતિમાં તેને કહ્યું છે કે- દેશ. કાળ, ભાવ, અવસ્થા, પુરૂષ, વગેરેની અપેક્ષાથી કપ્ય પણ અકથ્ય અને અકથ્ય પણ ક૯પ્ય બને છે. જે જે દેશ કાળ વગેરેની અપેક્ષાએ લેનારદેનાર ઉભયને લાભનું (ધર્મનું) પિષક બને, તે સર્વ અકપ્ય હોય તે પણ કપ્ય અને ધર્મધાતક બને તે કખ્ય પણ અકખ્ય જાણવું. સાધુને આહારની જેમ વસ્ત્ર- પાત્રાદિ પણ સંયમોપકારક હોવાથી શ્રાવકે વસતિ, વસ્ત્ર, પાત્ર, વગેરેનું પણ દાન કરવું, એમ શ્રી ભગવતીજી વગેરે આગમાં કહેલું છે.
આ વ્રત વિધિ એ છે કે પષધના પારણે (વિહાર એકાસણું વગેરે) શક્તિ પ્રમાણે તપ કરીને જોજન અવસરે શોભાપૂર્વક ઉપાશ્રયે જઈ સાધુઓને વિનયથી નિમંત્રણ કરે, સાધુઓ પણ વિલંબ કરવાથી તેને અંતરાય લાગે, માટે શીવ્રતાથી તૈયાર થઈને સાથે