________________
પ્ર૩. શ્રાવકનાં બારમા વ્રતનું સ્વરૂપ
નિશિથ ભાષ્ય ચૂર્ણિ વગેરેમાં કહ્યું છે કે પૌષધ વ્રતી ઉદ્દિષ્ટ એટલે તેને માટે તૈયાર કરેલા પણ આહારાદિને સામાયિક- વ્રતવાળો છતાં વાપરી શકે, કેવળ સામાયિક તે માત્ર બે ઘડીનું જ હોવાથી તેટલે સમય આહાર પાણી વગેરે સર્વ આહાર તજી શકે, પણ સર્વ સામાયિક ઉચચરનારા સાધુની જેમ પૌષધ સહિત સામાયિક ઉચ્ચરનારા શ્રાવકને સર્વ આહાર ત્યાગ કરવાને એકાંત નિયમ નથી, કારણ કે સર્વ આત્માઓ આહાર વિના શરીરને નિર્વાહ, પષધની ક્રિયાઓ અને અપ્રમાદ, વગેરે કરી શકે નહિ, માટે શક્તિ અનુસાર આહાર પૌષધ દેશથી અથવા સર્વથી કરી શકે, અને તેને ભિક્ષા અધિકાર ન હોવાથી ઉદ્દિષ્ટ આહારપાણી પણ લઈ શકે. હા, આ હાર અપવાદે લેવાનું હોવાથી બને તેટલો સાદ, ઉણોદરીપૂર્વક, રસલુપતાદિ તજીને, રાગ-દ્વેષ વિના લઈ શકાય. કારણ કે શરીર સત્કારને સર્વથા ત્યાગ કરેલ હોવાથી પ્રણિત (માદક) કે પ્રચુર (પટપુર) આહાર લેવામાં અને તે પછી ધૈડિલમાત્રાદિ હાજત ટાળવામાં પણ અતિચાર લાગે. આ કારણે જ વંદિત્તા સૂત્રની ચૂર્ણિમાં પિષધ વતીને આહાર કેવી રીતે લેવા વગેરે વિધિ કહેલો છે. જે સર્વ આહાર ત્યાગ કરવાનું હોય તે એ વિધિનું નિરૂપણ હાય નહિ, પૌષધ લેવા-પારવાને, થંડિલ જવાને, પડિલેહણને, સંથારા પિરિસી વગેરે વિસ્તૃત વિધિ મોટા ભાષાન્તરથી જોઈ લે.
અહીં ચાર પર્વોમાં પિષધ અવશ્ય કરે એમ જણાવવા માટે છે, તેથી તે ઉપરાંત અધિક દિવસોમાં પણ પૌષધ કરી શકાય છે. તેથી જ કહ્યું છે કે “સર્વ કાળ અને સર્વ પર્વોમાં વેગ પ્રશસ્ત થાય તેમ કરવું અને અષ્ટમી ચતુર્દશીએ તે નિયમ પૌષધ કર.” આવશ્યક ચૂણિ વગેરેમાં પણ એમ જ કહ્યું છે. તેથી જેઓ સૂયગડાંગ સૂત્રોક્ત “ઘાટ્ટમુદ્રિ પુvમાકુ દિgger પર છુપાનાના” વગેરે અક્ષરોથી ચાર પર્વો સિવાય પૌષધ ન જ થાય એમ માને છે તે વિપાક સૂત્રમાં સુબાહુ કુમારના વર્ણનમાં ત્રણ દિવસ સાથે પિૌષધ કર્યાનું કહેવું છે, તથા ઉપધાનમાં સતત સળંગ પૌષધનું વિધાન છે, તેનાથીઅસત્ય ઠરે છે. પૌષધવતીએ સામાયિકના બત્રીસ તથા પૌષધના અઢાર દોષે જાણવા તથા તજવા જોઈએ.
પૌષધ એક દિવસના ચારિત્ર તુલ્ય હોવાથી તેનું ફળ ઘણું છે. કહ્યું છે કે- મણી – રત્ન જડિત પગથીવાળું હજાર સ્તંભેવાળું ઊંચું સુવર્ણનું જિનમંદિર કરાવે તેથી પણ તપ સહિત સંચમનું (પૌષધનું) ફળ વિશેષ છે. પૂર્વે સામાયિકનું ફળ કહ્યું તેનાથી પૌષધ કરનાર ત્રીસ ગુણું ર૭૭૭૭૭૭૭૭૭૭9 પોપમનું દેવાયુષ્ય બાંધે. એમ અગિઆરમું વ્રત અહીં સંક્ષેપથી કહ્યું, હવે બારમું વ્રત કહેવાય છે.
मूल-आहारवस्त्रपात्रादेः प्रदानमतिथेच्दा ।
__ उदीरित तदतिथि-संविभागवत जिनैः ॥४०॥ અર્થાત્ પૂજ્યભાવે અતિથિને આહાર-વસ્ત્ર- પાત્ર વગેરેનું સહર્ષ દાન કરવું તેને