________________
પસબહ સુ જા સાસકાર મા. ૩૯
પષધ કહ્યાં છે. પૌષધને આ અર્થ શબ્દ સિદ્ધિ પૂરતે છે, વ્યવહારથી તે સમવાયાંગની ટીકામાં ચાર પ્રકારનાં કર્મબંધનાં કારણેને ત્યાગ તે પૌષધપવાસ કહ્યો છે.
તેના ૧. આહાર ત્યાગ, ૨. શરીર સત્કાર ત્યાગ, ૩. અબ્રહ્મ ત્યાગ અને ૪. કુવ્યાપાર ત્યાગ, એમ ચાર પ્રકારે છે. અને તે પ્રત્યેકના દેશથી અને સર્વથી એમ બે બે ગણતાં કુલ આઠ પ્રકારે થાય છે. તેમાં આહારત્યાગમાં ચાર પ્રકારનો આહાર સંપૂર્ણ રાત્રિદિવસ સુધી તજ તે સર્વ ત્યાગ, તેથી ઓછો ત્યાગ (તિવિહાર ઉપવાસ વગેરે શેષ સર્વ પચ્ચકખાણે) તે દેશ ત્યાગ કહેવાય. એ રીતે શરીર સત્કાર, અબ્રહ્મ અને કુવ્યાપારને પણ સંપૂર્ણ ત્યાગ તે સર્વપૌષધ અને અમુક મર્યાદિત ત્યાગ તે દેશપૌષધ જાણ. અહીં એટલું વિશેષ છે કે કુવ્યાપાર ત્યાગ પૌષધ દેશથી કર્યો હોય તો સામાયિક ઉચ્ચરે અથવા ન ઉરચરે, પણ સર્વથી કર્યો હોય તે સામાયિક અવશ્ય ઉચ્ચરે, અન્યથા તેના લાભથી વંચિત રહે, પ્રાચીન સામાચારી પ્રમાણે પૂર્વે સામાયિક માટે કહ્યું તેમ પૌષધ પણ જિનમંદિરાદિ ચાર સ્થળે થઈ શકે. આગામોમાં કહ્યું છે કે –
પૌષધમાં શરીર ભૂષાનાં સાધને – મણી–સુવર્ણ-ચાદીના અલંકાર, ફૂલમાળા, વિલેપન વગેરે સર્વ શરીરથી ઉતારી દેવા જોઈએ, તેમ શસ્ત્રાદિ પણ તજી દેવાં જોઈએ. પૌષધ સ્વીકારીને ભણે, વાંચે, અથવા સંયમીઓના બહુમાન પૂર્વક સંચમની ભાવનારૂપ ધર્મધ્યાન કરે.
ગશાસ્ત્ર ટીકામાં કહ્યું છે કે બીજા પ્રકારોની જેમ કુવ્યાપાર ત્યાગ પષધ “અન્નત્થણ ભોગેણું” વગેરે આગાર (છૂટ) પૂર્વક કર્યો હોય તે સામાયિક ઉચરવું સાર્થક બને, કારણ કે પૌષધમાં પાપને ત્યાગ પૂલથી આગારપૂર્વક થાય છે અને સામાયિકમાં તે ત્યાગ (નિરાકાર) સૂમ થાય છે. પણ સામાયિકની જેમ પૌષધ પણ દુવિહં– તિવિહેણું ભાંગાથી (મન-વચન - કાયાથી સાવવાદિ નહિ કરવા-કરાવવારૂપ કર્યો હોય તે સામાયિકથી વિશેષ ફળ થાય નહિ. છતાં “મેં પૌષધ અને સામાયિક બે વતે સ્વીકાર્યા છે” એવી ભાવનાથી બનેનું ફળ મળે, (માટે વર્તમાનમાં તપગચ્છની સામાચારી મુજબ પૌષધ દુવિહ-તિવિહેણું ભાંગાથી આગાર વિના ઉચ્ચરવા છતાં સાથે સામાયિક પણ અવશ્ય ઉચ્ચરે છે.)
પૂર્વે પ્રાચીન સામાચારી પ્રમાણે ઉપર કહ્યા તે આઠ પ્રકારમાં કોઈ એક પ્રકારને કે અનેક પ્રકારને પણ પૌષધ કરી શકાતે, તેથી તેના એક સગી વિગેરે ભાંગ થાય, શાસ્ત્રોમાં તે ભાંગા એકસચેગી પૂર્વે કહ્યા તે આઠ, તેના સિગી ૨૪, ત્રિકસગી ૩૨, અને ચતુઃસંયેગી પણ દેશથી અને સર્વથી મળી ૧૬, એમ (૮ + ૨૪ + ૩૨ + ૧૬) કુલ ૮૦ થાય. તે મોટા ભાષાન્તરથી જાણવા. વર્તમાનમાં તે ચારે પ્રકારને પૌષધ સાથે અને તેમાં પણ માત્ર આહાર પૌષધ જ વિકલ્પ દેશથી અને સર્વથી કરાય છે, માટે બે જ ભાંગા થાય.