________________
૧૦૨
ધર્મસંગ્રહ ગુરુ ભાવે સારોદ્વાર ગા, ૩૪
સ્ત્રી ભેગના સ્વાદને જાણવા છતાં જે તેને તજે છે તે દુષ્કરકારક પુણ્યાત્મા વંદનીય છે” સચિત્તમાં પણ નાગરવેલનાં પાન નિરંતર ભીંજાવી રાખવાથી તેમાં સચિત્ત ઉપરાંત બીજા પણ ત્રસ જીવેની વિરાધના થાય, પાન કામદીપક છે, તેથી પણ તેને ત્યાગ આવશ્યક છે, માટે સર્વથા ન છૂટે તે રાત્રે પણ અવશ્ય તજવાં, તેમ પણ ન બને તે દિવસે જઈને શુદ્ધ કરી રાખવાં. કારણ કે પ્રત્યેક વનસ્પતિના એક પત્ર, ફળ, કે બીજમાં રહેલા એક પર્યાપ્તા જીવને આશ્રયે બીજા અસંખ્યાતા અપર્યાપ્તા છે એવે છે, તેથી એક પત્રના ભક્ષણથી પણ અસંખ્યાતા જીવોની હિંસાનું પાપ લાગે છે. આ નિયમ બાદર એકેન્દ્રિય માટે છે, સૂક્ષમ એકેન્દ્રિયમાં તે તેથી ઉલટું -એક અપર્યાપ્તાની નિશ્રાએ અસંખ્યા પર્યાપ્તા જ હોય છે, એમ આચારાંગ સૂત્રની ટીકા વગેરેમાં કહ્યું છે. પાણી, લૂણુ વગેરે એકેન્દ્રિય પદાર્થો અસંખ્ય જેને સમૂહરૂપ હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે- પાણીના (બારિક) એક બિંદુમાં જે છે છે તે સર્વનાં શરીર સરસવના દાણુ જેવડાં થાય તો સમગ્ર જબુદ્વિપમાં પણ તે સમાય નહિ. એ રીતે લીલા આમળા જેટલા નિમક-માટી વગેરે પૃથ્વીકાયમાં રહેલા જીનું શરીર પારેવા જેવડું થાય તે તે જંબુદ્વિપમાં સમાય નહિ. એમ સચિરા ભક્ષણમાં મહા પાપ હોવાથી તેને ત્યાગ કે પ્રમાણ કરવું.
૨. દ્રવ્ય- સચિત્તા અને વિગઈએ સિવાયની જે કઈ વસ્તુ મુખમાં નાખે તે દરેકની સંખ્યાને નિયમ કરી અધિક દ્રવ્યોને ત્યાગ કરે, તેમાં લાડુ, ખીચડી વગેરે જેમાં અનેક દ્રા મળેલાં હોય પણ સ્વાદ એક જ હોય તે એક દ્રવ્ય ગણાય અને એક જ ઘઊંની બનેલી પણ રોટલી, ખાખરા, વગેરે સ્વાદ ભિન્ન હોવાથી જુદાં દ્રવ્ય ગણાય. વગેરે ગુગમથી અગર અનુભવીથી સમજી લેવું.૧૭
. વિગઇ – દૂધ, દહીં, ઘી, તેલ. ગોળ અને પક્વાન્ન, એ છ ભકય વિગઈઓમાંથી અમુક નહિ વાપરવાનો નિયમ કરે.
૪. ઉપાનહ- દરેક જાતનાં પગરખાં, તે હિંસાનું કારણ હોવાથી સર્વથા તજવાં, અગર અમુકની જયણું રાખી બીજાં નહિ પહેરવાનો નિયમ કરવો. કપડાનાં પગરખાં કે જાં વગેરે પણ આ નિયમમાં ગણાય છે
૫. તબેલ - પાન, સેપારી, ચૂર્ણ, ધાણાદાળ, વરિયાલી, વગેરે સ્વાદિમ- મુખવાસ સઘળી કે અમુક સિવાય બાકીને ત્યાગ કરવો.
૧૭ સચિન અને વિગઈ જાદા નિયમરૂપે કહેલ હોવાથી અહીં તે સિવાયની વસ્તુઓ કહી છે તે પણ જે કંઈ મુખમાં નંખાય તે સર્વને દ્રવ્યમાં ગણવાને વ્યવહાર છે. તત્વથી ચોદ નિયમોને ધારવાની રીતમાં એકાન્ત નથીમાત્ર જેણે જે રીતે ધાર્યું હોય તે રીતે પાળવું જોઈએ. મુખ્ય ઉદેશ ત્યાગને - અનાસકિત કેળવવાને છે.