SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૩ શ્રાવકનાં સાતમા વ્રતનું સ્વરૂપ - ૧૦૩ ૬. વો- મસ્તક વગેરે અવયનું રક્ષણ કરનાર વિવિધ વ તેનું પ્રમાણ નક્કી કરવું બાકીને ત્યાગ કરે.૧૮ ૭. કુસુમ- પુશભા કે સુખ માટે મસ્તકે, ગાળામાં કે શય્યામાં વાપરવાથી હિંસા થાય, માટે તેને સર્વથા કે અમુક પ્રમાણથી અધિકને ત્યાગ કરે. ૮. વાહન- ગાડાં, મોટર, વગેરે ફરતાં, નાવ વગેરે તરતાં, શેડો વગેરે ચરતાં, અને વિમાન વગેરે ઉડતાં એમ ચાર પ્રકારનાં હોય, તેને સર્વથા ત્યાગ કે અમુથી અધિક નહિ વાપરવાને નિયમ કરે. ૯ શયન- સુવાનાં, બેસવાનાં સાધને – પલંગ, પથારી, ખુરશી, ટેબલ, શેફ, ગાદિ, ઓશિકા વગેરે, તેની સંખ્યાને નિયમ ધારે. ૧૦. વિલેપન- શરીરના સુખ માટે ચંદન, તેલ, બરાસ વગેરે વિલેપનને સર્વથા કે અમુક મર્યાદામાં ત્યાગ કરે. ૧૧. અબ્રહ્મ– મિથુન કમને દિવસે સર્વથા અને રાત્રે પણ સર્વથા ન જાય તે અમુક સંખ્યાથી અધિકને ત્યાગ કરે. ૧૨. દિગપરિમાણુ- છઠ્ઠા વ્રતમાં જણાવ્યા પ્રમાણે ગમન-ગમન માટે ભૂમિની મર્યાદા કરવી. ૧૩. સ્નાન- શરીર સુખ માટે સર્વથા કે અમૂક સંખ્યાથી અધિક સ્નાનને ત્યાગ કરે. દેવપૂજાદિ ધર્મકાર્ય માટે સ્નાનથી દેવ નથી. લૌકિક સ્મશાને જવું કે અસ્પૃશ્ય સ્પર્શ વગેરે કારણે જયણા રાખવી. ૧૪. ભકત- સમગ્ર દિવસમાં ખાવા-પીવાની સર્વ વસ્તુના વજનનું પ્રમાણ કરી તેથી અધિક નહિ વાપરવાનો નિયમ કરવો. ૧૯ ૧૮. લજ માટે પહેરાતા ધોતી, ચરણ, વગેરે અધ વચ્ચે અનિવાર્ય હેવાથી વેષમાં ગણતાં નથી. શભા કે સુખ માટે વિવિધ વસ્ત્રો પહેરવાથી મેહ વધે, ધાવામાં હિંસા થાય માટે તે વાપરવાનું પ્રમાણુ ધારી શેષ ત્યાગ કરવો. શભા માટે પહેરાય તે મેહની વૃધ્ધિ થવાથી કર્મબંધ થાય, માટે લેકવ્યવહાર સમજી ઉચિત વેશ રાખ. ૧૯. આ ઉપરાંત પણ પુવી. પાણુ વગેરે છ કાય જીવોના તથા અસિ-મસિ અને કૃષિના આરંભનું પ્રમાણ કરાય છે, તે અનુભવીએ કે ગુરુગમથી જાણું બને તેટલા આરંભ-સમારંભને ત્યાગ કરે. જેમાં સમગ્ર શરીરમાં ફેલાયેલા સર્ષ વગેરેના ઝેરને મંત્રથી ડંકમાં લાવી શકાય, તેમ આ નિયમોથી અવિરતિ જન્ય સમગ્ર ચૌદરાજના આરંભ-સમારંભને સંક્ષેપ કરી એ૯૫ આરંભથી સુખપૂર્વક નિર્વાહ થઈ શકે છે. સર્વ અવસ્થામાં આ ધર્મનું પાલન સર્વ કઈ કરી શકે તેવું અતિ ઉપકારક છે. વિશેષ વિવેચન માટે વિસ્તૃત ભાષાંતરની ૩૩ નંબરની ટીપ્પણી તથા અન્ય ગ્રંથો જેવા. આ વ્રતમાં પંદર કર્માદાનને ત્યાગ કરાય છે.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy