________________
પ્ર૦ ૩ શ્રાવકનાં સાતમા વ્રતનું સ્વરૂપ
૧૦૧
પાણી માટે પિંડનિર્યુક્તિ ગા. -૧૮ માં કહ્યું છે કે અગ્નિથી પૂર્ણ ત્રણ ઉકાળા (ઉભરા) ન આવે ત્યાં સુધી પાણી મિશ્ર, પૂરા ત્રણ ઉભરા પછી જ અચિત્ત થાય. વર્ષાનું પાણી ગામ શહેર વગેરેમાં ઘણું મનુષ્યની જવર અવરથી અચિત્ત ન થાય (ડૉળાય નહિ) ત્યાં સુધી મિશ્ર, પછી અચિત્ત અને જંગલમાં પહેલું વરસેલું મિશ્ર, પછી વરસેલું સચિરા જાણવું. ચેખાનું ધાવણ જે ભાજનમાં હેય તેમાં નીતરીને પૂર્ણ નિર્મળ થાય નહિ, ડહેલું રહે ત્યાં સુધી મિશ્ર અને પૂર્ણ નીતરેલું સ્વચ્છ થાય ત્યારે અચિત્ત જાણવું. તેમાં પણ પહેલું, બીજી વારનું અને ત્રીજી વારનું ધાવણ ઉત્તરોત્તર અધિકાધિક કાળે અચિત્ત થાય અને જેથી પાંચમી વારનું ધાવણ તે દીર્ઘકાળ જવા છતાં મિશ્ર રહે.
ઉકાળેલા શુદ્ધ પાણી માટે પ્રવચનસારધાર ગા. ૮૮૧-૮૮૨–માં કહ્યું છે કે ત્રણ ઉભરા પૂર્ણ આવ્યા પછી પણ ઉકાળેલું પાણી અગ્નિને સંબંધ છૂટે ત્યારથી ઉન્ડાળામાં પાંચ પ્રહર શિયાળામાં ચાર પ્રહર અને વર્ષાકાળમાં ત્રણ પ્રહર પછી સચિત્ત થઈ જાય માટે અપવાદ માગે સાધુઓને ગ્લાન, વૃદ્ધ વગેરે માટે રાખવું પડે, તે તે પહેલાં તેમાં પ્રમાણપત ક્ષાર નાખીને જ રખાય. ઉત્સર્ગથી તે રખાય નહિ
અચિત્ત પણ હરડે, કુલિકા, વગેરેની નિ અખંડ હેવાથી જળને વેગ મળતાં સચિત્ત થઈ જાય છે. કે- સૂકી ગળો વગેરે કઈ કઈ વસ્તુ પાણીને ગ મળતાં પુનઃ કુણ બને છે, માટે દયાના પરિણામની રક્ષા માટે અચિત્તા બનેલી પણ તેવી વસ્તુઓની જયણ સાચવવી (ન વાપરવી) હિતકર છે.
એ પ્રમાણે શાસ્ત્ર (અને પરંપરા) થી સચિત્ત, અચિત્ત અને મિશ્રને વિભાગ સમજીને નિયમ કરે. મહા શ્રાવક આનંદ-કામદેવ વગેરેની જેમ વર્તમાનમાં વ્રત ન પળાય તો પણ અહિંસાધર્મના અભ્યાસ માટે ચૌદ નિયમ દ્વારા આ વ્રતની આરાધના કરવી. ચૌદ નિયમના પાલનથી ગૃહસ્થના સર્વ વ્યવહાર કરવા છતાં અવિરતિજન્ય નિરર્થક મોટા કર્મબંધથી બચી જવાય છે, અહિંસાની આરાધના થાય છે અને પરિણામે નિરારંભ જીવન જીવવાનું સત્ત્વ પ્રગટે છે. ચૌદ નિયમનું સ્વરૂપ સંક્ષેપમાં આ પ્રમાણે છે
૧. સચિત્તનો ત્યાગ – ઉત્સર્ગથી સર્વ સચિત્તનો ત્યાગ કરે, ન બને તે અપવાદથી નામપૂર્વક અમુક વસ્તુઓ સિવાય શેષ સર્વ સચિત્તને ત્યાગ કરે. નામને નિર્ણય ન થાય તે પણ અમુક સંખ્યાથી અધિક અને અમુક વજનથી અધિક સચિત્ત તજવું. નામ નિર્ણય વિના દરરોજ એક એક વસ્તુ વાપરે, તે પણ ઘણું કાળે વિવિધ ઘણા સચિત્ત વાપરવાનું બને, તેથી તત્ત્વથી ત્યાગ થાય નહિ. માટે અમુક નામને નિર્ણય કરી શેષ વસ્તુઓ જીવતાં સુધી ત્યાગ કરવાથી વિશિષ્ટ ફળ મળે. કહ્યું છે કે “પુના, ફળના, દારૂ-માંસના, અને
૧૬. ચૂને જુને હેય તે ખાર ઘટી જવાથી જળમાં નાખવા છતાં સચિત્ત થઈ જાય. .