________________
ધમસંગ્રહ ગુરુ ભા૦ સારોદ્વા૨ ગા. ૩૪
વસ્તુઓ મૂળ સ્થાનથી બીજા દેશમાં જતા પહેલા દિવસે થેડી, બીજા દિવસે તેથી વધારે, ; એમ દરરોજ અચિત્ત થતાં સે યેજન દૂર પહોંચતાં અચિન થાય છે, કારણ કે – ઉત્પત્તિ
સ્થાનથી અન્ય દેશમાં જતાં પિતાને પિષક હવા, પૃથ્વી, વગેરે ન મળવાથી, પ્રતિકૂળ હવા વગેરે મળવાથી અને દરરોજ અથડાવાથી અચિત્ત થાય છે. તેમાં હડતાલ, મનશિલ, પીપર, ખજુર, દ્રાક્ષ, હરડે, વગેરે અચિત્ત થવા છતાં ખજુર અને દ્રાક્ષ સાધુ-સાધ્વીને અનાચીણું કહ્યાં છે.'
વળી ચંદ્રવિકાસી કમળ(પુષ્પ)માં જે જળ(શીત)નિવાળાં હોય તે સૂર્યના તાપથી એક પ્રહર માત્રથી પણ અચિત્ત થઈ જાય છે અને મગરે. જૂઈ, વગેરે ઉષ્ણ નિરૂપ હોવાથી તાપમાં પણ દીર્ઘકાળ સચિત્ત રહે છે. તેમ માગરો જુઈ વગેરે પાણીમાં પ્રહર માત્રથી અચિત્ત થાય છે અને પદ્મકમળ, ઉથલ વગેરે શીતાનિવાળા પાણીમાં પણ દીર્ઘકાળ સુધી સચિત્ત રહે છે.
સામાન્ય રીતે પત્ર, પુષ્પ, અંદર બીજ બંધાયા વિનાનાં કાચાં ફળો અને વત્થલે, વગેરે સઘળી કેમળ વનસ્પતિઓ તેનું બટ (ડટું) મૂળ કે નાળ વગેરે કરમાતાં અચિત્ત થઈ જાય છે. શ્રી ભગવતી સૂત્ર વગેરેમાં અનાજ માટે પણ કહ્યું છે કે- દરેક જાતની ડાંગર, ઘઉં, જવ અને જવજવ એ ધાન્ય કે ઠાર વગેરેમાં હવા પણ ન સંચરે તે રીતે સીલ કરી છાણ-માટી વગેરેથી લીંપીને રાખ્યા હોય તે પણ ઉત્કૃષ્ટ ત્રણ વર્ષ સચિત્ત રહે, વટાણા, મસૂર, તિલ, મગ, અડદ, વાલ, કલથી, ચોળા, તુવર અને ચણા. એ રીતે રાખેલા પણ ઉત્કૃષ્ટ પાંચ વર્ષ સચિત્ત રહે તથા અલસી, કસુંબે, કોદ્રવા, કાંગ, બરંટી, રાઈ, પીળો ઝીણે ચણ, શણનાં બીજ, સરસવ તથા મૂળાનાં બીજ, એ ઉત્કૃષ્ટથી સાત વર્ષ સચિત્ત રહે. તે ઉપરાંત દરેક અચિત્ત થઈ જાય અને જઘન્યથી તે કોઈ દાણા અંતમુહૂર્તમાં જ અચિત્ત થઈ જાય. કપાસીયા પણ ત્રણ વર્ષ સુધી સચિત્ત પછી અચિત્ત કહ્યા છે.
લોટ માટે પણ કહ્યું છે કે- અણચાલે લેટ દળ્યા પછી શ્રાવણ-ભાદરવામાં પાંચ દિવસ, આસ-પ્રતિકમાં ચાર દિવસ, મહા-ફાગણમાં પાંચ પ્રહર, ચૈત્ર-વૈશાખમાં ચાર પ્રહર તથા જેઠ-અષાઢમાં ત્રણે પ્રહર મિશ્ર ગણાય છે. પછી અચિત્ત થઈ જાય. ચાળેલે લોટ તે તુર્ત અચિત્ત થાય છે. લેટ કયાં સુધી અચિત્ત રહે? તે શાસ્ત્રોમાં જણાતું નથી, તે પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ ન જાય, ખેરે કડ ન થાય કે ઈયળ વગેરે છેલ્પત્તિ ન થાય, ત્યાં સુધી કપે.
૧૫. વર્તમાનમાં ર૯, વિમાન, મોટર, વગેરે સાધના કાળમાં અથડાવાનું અલ્પ હોય છે, તે જ દિવસે, કે બે ત્રણ દિવસમાં સેંકડો ગાઉ દૂર લઈ જવાય છે, તેથી અચિતપણું થાય કે કેમ? એ વિચારણીય છે, વર્તમાનમાં તે જુદા જુદા દેશોમાં પણ વાવેતર થાય છે, તેથી પ્રતિકુળ હવા વગેરેને પણ પ્રસંગ નથી, વગેરે ભવભીર આત્માઓએ વિચારણીય છે.