________________
ધર્મસંપ્રહ ગુરુ ભા૦ સારવાર મા. ૩૪
પિયણ), ૧૬. ગિરિકણિકા –(કચ્છની પ્રસિદ્ધ વેલડી), ૧૭. કિસલયે, ૧૮. ખરસઈ (કંદ કરુ-ખીરિશુક પણ કહે છે), ૧૯. થેગની ભાજી (તેને પંખ પણ પ્રસિદ્ધ છે), ૨૦. લીલી મેથ (જળાશયમાં થાય છે તે પાકે ત્યારે શ્યામવર્ણ બને છે), ૨૧. લવણવૃક્ષની છાલ (તેને ભ્રમરવૃક્ષ પણ કહે છે, છાલ સિવાયના અંગે પ્રત્યેક છે), ૨૨. ખિલ્લહડે કંદ, ૨૩. અમૃતવેલને વેલ, ૨૪. પ્રત્યેક જાતના મૂળાને કંદ (કંદ સિવાયનાં મૂળાનાં પાંચ અંગે ડાંડલી, પ, ફૂલ, મેગરા, અને દાણું સર્વ અભક્ષ્ય છે), ૨૫ ભૂમિરુહ (બીલાડીના ટેપ વર્ષાકાળમાં છત્રાકારે ભીંત વગેરેમાં ઊગે છે), ૨૬. વિરુઢ (દરેક અનાજને ભીંજાવ્યા પછી થોડા વખતે તેની યોનિમાંથી પ્રગટ થતા અંકુરા, (આ અંકૂરા પ્રગટ્યા પછી તે અનાજને બાફે કે ઉપગમાં લે, તે પણ અનંતકાચભક્ષણ દેષ લાગે), ૨૭. હક્ક વભૂલ (વભૂલા શાક છે, તે ઉગતાં અનંતકાય અને કઠીન રૂઢ બને ત્યારે પ્રત્યેક હોય છે), ૨૮. શકરવલ્લી (જંગલમાં થતી મટી વેલડીએ તેને શુકરવાલ કહે છે), ૨૯. પત્યેક (પાલખાની ભાજી પ્રસિદ્ધ છે), ૩૦. કૃણી આમલી (ઠળીયા - બીજ ન થયા હોય ત્યાં સુધી તેના કાતરા), ૩૧. આકંદ (૨તાળું પ્રસિદ્ધ છે), ૩૨. પીંડાળુ (હૂંગળી કંદ).
- શારામાં કહેલાં આ નામ વર્તમાનમાં અન્યાન્ય દેશમાં પ્રસિદ્ધ હોય કે નામો બદલાઈ જવાથી બીજા નામે પ્રસિદ્ધ હોય તે સર્વ અનંતકાયિક અભક્ષ્ય જાણવાં. આ ૩ર સિવાયની પણ ઘણી વનસ્પતિઓ અનંતકાયિક છે. તેને ઓળખવા શાસ્ત્રમાં લક્ષણો જણાવ્યાં છે કે
જે પત્રે વિગેરેમાં નસ, (કુર વગેરેના) સાંધા, શેરડી વગેરેના) ગાંઠા અને પર્વો પ્રગટ ન થયાં હોય, ગુપ્ત હય, જેને ભાગતાં (પલુના પાંદડાની જેમ) ભાગ સરખા થાય, શક્કરીયાં વગેરેની જેમ જેમાં રેસા ન હોય, મૂળ સ્થાનેથી કાપ્યા પછી પણ (કુઆરના પાઠાની જેમ) જે ઊગે-વધે, એ પૈકી કઈ એક પણ લક્ષણવાળી વનસ્પતિ અનંતકાચિક અને આ એક પણ લક્ષણ જેમાં ન હોય તે પ્રત્યેક જાણવી.
છવાભિગમ વિગેરેમાં ઉપરનાં બત્રીસ ઉપરાંત પણ ઘોષાતકી અને કેરડાના અંકુરા, તિક વૃક્ષ, જેમાં ગોટલી બાઝી ન હોય તેવી કેરીઓ, કમળ (બીજ વિનાના) ચીભડાંના મરવા, વગેરે તથા વરુણ, વડ, લીમડો, વગેરે વૃક્ષના નવા કેમળ અંકુરા ઈત્યાદિને પણ અનંતકાયિક કહ્યાં છે. અનંતકાયનું ભક્ષણ નરકનું દ્વાર છે, કહ્યું છે કે ૧. રાત્રિભોજન, ૨. પરસેવન, ૩. બેળ અથાણાં અને ૪. અનંતકાયનું ભક્ષણ, એ ચાર પાપ નરકનાં દ્વાર છે.
અનંતકાયિક કે બીજી પણ અભક્ષ્ય વસ્તુ અચિત્ત કરી હોય કે સ્વચ થઈ ગઈ હોય તે પણ તેનું ભક્ષણ કરવાથી ક્રૂરતા, લેલુપતા, વગેરે દેશે પ્રગટે છે અને પરંપરાએ સ્વાદને વશ
૧૨. દરેક વનસ્પતિનાં પ્રગટ થતાં પાંદડાં અંકુર સર્વ પ્રથમ અનંતકાય અને રૂઢ થયા પછી પ્રત્યેક વનરપતિનાં હોય તે પ્રત્યેક બને અને અનંતકાયનાં અનંતકાય રહે. જેમ મેથીની ભાજીનાં મૂળમાં જાડાં પત્ર અનંતકાય છે તેમ સર્વ વનસ્પતિનાં પ્રથમ પત્રો- કુંપળો –અંકુર વિગેરે અનંતકાય છે.