________________
પ્ર. ૩. શ્રાવકનાં સાતમા વ્રતનું સ્વરૂપ
સચિત્તનું પણ ભક્ષણ કરવાને પ્રસંગ આવે છે. કહ્યું છે કે- એક માણસ અકાર્ય (પાપ) કરે, તે બીજા તે જોઈને તેમ કરે, એમ છ પ્રાયઃ પ્રમાદના પક્ષકાર હોવાથી પરંપરા કુલ-ધર્મ – દેશ-કાળ વિરુદ્ધ એવી અસંયમની-પાપની પ્રવૃત્તિ વધે, માટે ઊકાળેલાં પણ સેલાં, રાંધેલું પણ આદુ, સુરણ–વેંગણ વગેરે શાક, અચિત્ત કરીને પણ વાપરવાં નહિ.
મૂળા માટે શિવપુરાણમાં કહ્યું છે કે જેના ઘરમાં મૂળો ખવાય છે કે રંધાય છે, તેનું ઘર સ્મશાન તુલ્ય હેવાથી પિતૃઓ પણ વજે છે. જે અધમ મનુષ્ય મૂળાની સાથે બીજું અન્ન ખાય છે, તેની શુદ્ધિ સેંકડે તપ કરવા છતાં થતી નથી. મૂળાને ભક્ષક ઝેર, અભય અને માંસ ખાનાર તુલ્ય છે, જે મૂળાનું ભક્ષણ અને ગળીનું વાવેતર કરે તે મહાપાપી અનંત કાળ નરકમાં રીબાય છે.
પ્રભાસપુરાણમાં પણ કહ્યું છે કે પુત્રમાંસના ભક્ષણ કરતાં પણ મૂળાનું લક્ષણ મહાપાપ છે. યુધિષ્ઠિર કૃષ્ણને કહે છે કે હે દેવ ! મેં અજ્ઞાનથી મૂળાનું ભક્ષણ પૂર્વે કર્યું છે, તે પાપને તમારા નામજપથી નાશ થાઓ ! માટે મહાપાપનું કારણ હેવાથી મૂળાના પાંચે અંગે તજવાં, એમ અનંતકાય નામના ૧૮ મા અભક્ષ્યનું વર્ણન જણાવ્યું.
૧૯. વૃતાક– વેંગણુ એ નિદ્રા અને કામની વૃદ્ધિ વગેરે દેનું કારક છે. શિવપુરાણમાં પણ મહાદેવજી પાર્વતિને ઉદેશીને કહે છે કે જે વેંગણ – કાલિંગડાં અને મૂળા ખાય છે તે મૂઢ મરણ સમયે મારું સ્મરણ કરી શક્યું નથી. અર્થાત્ ગણ બુદ્ધિને વિકૃત કરનાર હોવાથી અભય કહ્યું છે.
૨૦. ચલિતરસ- જે પદાર્થને રસ અને ઉપલક્ષણથી વર્ણ, ગંધ કે સ્પર્શ બદલાઈ જાય તે પદાર્થ ચલિતરસ કહેવાય, આગળના દિવસે પાણી સાથે રાંધેલું વાસી કે કેહેલું અન્ન, ગેરસ સાથેનું કઠોળ, વાસી નરમ (લેચા) પુરી, પાણીમાં રાંધેલા ભાત, તાંદળા, કદરા, વગેરે પણ સમય જતાં ચલિતરસ બને છે. વાસી ભાત વગેરે રસાઈ, કાલાતીત પકવાન્ન, બે રાત્રી પૂર્ણ થયા પછીનું દહીં, છાશ, વગેરે સર્વ ચલિતરસ બને છે. ૧૩. દહીં માટે લધુ પ્રવચનસારોદ્ધારની જન્મી ગાથામાં “વરૂપરિ ગાય દિ નુ દવા
' ” પાઠથી જમાવ્યા પછી ચાર પ્રહર પૂરા થાય ત્યારે જ દહીં શુદ્ધ અને ભક્ય બને છે. તે પહેલાં આજનું જમાવેલું આજે અભક્ષ્ય છે, એમ સ્પષ્ટ કહ્યું છે. પકવાન્ન, સેકેલાં અનાજ, ખાખરા, વગેરે માટે કહ્યું છે કે- જે દિવસે બનાવે તે દિવસ સહિત શીતકાળમાં એક માસ, ઉષ્ણકાળમાં વીસ દીવસ અને વર્ષાકાળમાં પંદર દિન પછી વર્ણાદિ ન બદલાય તે પણ અભક્ષ્ય અને વર્ણાદિ બદલાય છે તે મુદત પહેલાં પણ અભક્ષ્ય થાય.
વર્તમાનમાં વેજીટેબલ ઘી, ડેરીઓનાં દૂધ, તેને દૂધપાક, વાસી મા, તેની બનેલી મીઠાઈ, કાલાતીત દહીં અને તેને શીખંડ વગેરે ઘણી બજાર વસ્તુઓ અભય બને છે. જલેબી, હલ, વગેરે આથે આવ્યા (લેટને કહેવડાવ્યા) પછી બને છે, પાઊડર વગેરેથી દિવસે આથે લાવે તે પણ તે