________________
પ્ર૦ ૩. શ્રાવકનાં સાતમા વ્રતનુ` સ્વપ
થાડી પણ હવા રહી હોય તેા તે અભક્ષ્ય બને. યોગશાસ્રની ટીકામાં કહ્યુ છે કે કેરી વગેરેનાં અથાણાં જીવસ’સક્ત અને તેા ધર્મી દયાળુ શ્રાવક તેનું ભક્ષણ ન કરે.૧૧
૧૮. અનંતકાયિક – એક શરીરમાં અનતા જીવાવાળા કંદ-મૂળ વગેરે પદાર્થો અન તકાયિક હોવાથી અભક્ષ્ય છે. કહ્યુ` છે કે- સર્વ મનુષ્યથી સાતે નારકીના સમગ્ર નારકી અસંખ્યાત ગુણુ છે, નારકીએથી સં દેવા, દેવાથી પંચેન્દ્રિય તિર્યંચા, તેથી સ વિકલેન્દ્રિય જીવા અને તેએથી સર્વ અગ્નિકાય, એ દરેક ક્રમશઃ પૂર્વ પૂર્વ જીવાથી પછી પછીના અસંખ્યાત ગુણા હોય છે. તે પછી અગ્નિકાયથી સર્વ બાદર પૃથ્વીકાય, તેનાથી સ અકાય અને તેનાથી સર્વ વાયુના જીવ અધિક અધિક હોય છે. આ ઉપર કહેલા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવા મળીને પણ અસંખ્યાતા હાય છે, સથી સિદ્ધો અનંતગુણા અને સર્વ સિદ્ધોથી અનંતકાયના એક શરીરમાં અનતગુણા જીવા હાય છે. એમ એક અનંતકાયના શરીરમાં અનંતાનંત જીવા હોય છે. આ અનંતકાયિક વનસ્પતિના ઘણા પ્રકાશ છે. તે પૈકી આ દેશમાં પ્રસિદ્ધ માત્ર ખત્રીશનાં નામ શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યા છે.
યોગશાસ્ત્રમાં કહ્યું છે કે “સાય: જન્ત્ર: સમìf” અર્થાત્ સર્વ પ્રકારની વનસ્પતિના લીલા ઇન્દ્ર (થડ નીચેની ગાંઠના ભાગ) અનંતકાચિક છે, (સૂકાચા પછી અનંતકાય નથી. )
તે પૈકી
૧. સૂરણક, ૨. વાક ંદ (વતરૂકū), ૩. લીલી હળદળ, ૪. ખાદુ, પ. લીલેા કમ્પ્યૂરી, ૬. શતાવરી વેલી, ૭. વિાલી વેલી (સાફાલી), ૮. કુઆરી (પ્રસિદ્ધ છે), ૯. દરેક જાતના થારીયા (હાથીઆ-કાંટાળા વગેરે જેની વાડા થાય છે), ૧૦, ગડૂચી (પ્રત્યેક જાતની ગળાના વેલા), ૧૧. લસણુ ક્રૂ, ૧૨. વાંસકારેલાં (પ્રસિદ્ધ છે,) ૧૩. ગાજરક, ૧૪. લવણુક ( લૂણી – જેના સાજીખાર છે), ૧૫. લાઢક (પદ્મીની કંદ-જળાશયામાં થતાં
૧૧. કેટલીક વસ્તુઓ તેા તડકે ઘણી તપાવવા છતાં સૂકાતી નથી, હવાવાળી રહેવાથી ખેાળ બની જાય તા, ચાવીશ પ્રહર પછી તેમાં નિયમા છવા ઉપજે, વળી ભક્ષ્ય અથાણાં પણ બરણી વગેરેમાંથી લેવામાં ચમચી આદિના ઉપયેગ ન કરે, ભીના – મેલા – એંઠા ચમયા કે હાથથી કાઢે તા બરણીમાં રહેલા અથાણામાં સંભૂમિ મનુષ્યની પણ ઉત્પત્તિ થાય.
પ
અથાણું કંઈ જીવનના આધાર નથી, સ્વાદને કારણે ખવાય છે, માટે ઉત્સર્ગથી તે અથાણું થા તજવું જોઈએ. રાગથી ખાધેલી વસ્તુ વમાં રાગ-દ્વેષ- માહ પ્રગટાવી (વધારી) અધર્મી બનાવી દે છે. આહાર જીવનનો આધાર છે, તે રાગ-દ્વેષ થાય તેવે!, કે તે રીતે લેવાથી સત્ત્વગુણુ નાશ પામે અને સત્ત્વ વિનાનું જીવન રાગ-દ્વેષ વગેરેથી વિકૃત બની સંસારમાં રખડાવી મૂકે. એમ ભાજનની સાથે અધ્યાત્મના ઘનિષ્ટ સંબંધ છે, તેથી જૈનશાસ્ત્રોમાં ભક્ષ્ય અભક્ષ્ય અંગે વિસ્તૃત અને સૂક્ષ્મ વિચાર કરેલા છે. આત્માર્થીએ આ અંગે “ અભક્ષ્ય અનંતકાય વિચાર '' પુસ્તકના વારંવાર સતત અભ્યાસ કરવાની અને ગુરુદ્વારા સમજવાની જરૂર છે. અહી' કેટલુ' લખાય ?