________________
ધર્મસંપ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. ૩૪
રાત્રિભોજન મહાપાપ હોવાથી આત્માથીએ તેને ત્યગ અવશ્ય કરે જઈએ.”
૧૫. બહુબીજ– કેઠીંબડાં, રીંગણાં, ખસખસ, રાજગરે પટોળાં, વગેરે જે ફળમાં અંતરપટ વિના ઘણાં બીજે હોય તે પદાર્થોને બહુબીજ કહ્યા છે, (દાડિમ કે ટિડોરાં વગેરેમાં બીજ ઘણાં છતાં આંતરે આંતરે પડ હોવાથી તે બહુબીજ નથી.) આવાં ફળ વગેરેના ભક્ષણથી તે બીજેના ઘણા એને નાશ થાય માટે બહુબીજ અભક્ષ્ય છે.
૧૬. અજાણ્યા ફળે-જે ફળની જાતિ, ગુણ, વગેરેને ખાનાર કે ખવરાવનાર જાણતા ન હોય તેના ભક્ષણથી મૃત્યુ પણ થાય, એ કારણે તેને અભય કહ્યાં છે. ઉપલક્ષણથી અજાણી મીઠાઈ-ફૂલ-પત્ર-શાક વગેરે સર્વ અભક્ષ્ય જાણવું કારણ કે કઈ વાર પિતે નિયમ (ત્યાગ) કરેલી વસ્તુ તેમાં ખવાઈ જાય તે નિયમભંગ પણ થાય. જેનદર્શનમાં પ્રસિદ્ધ વંકચૂનું દષ્ટાન્ત ખ્યાલમાં લઈ અજાણી વસ્તુને ભોગ-ઉપભગ તજ જોઈએ.
૧૭. સંધાન – બાળ અથાણું કે જે અનેક ત્રસ જીવની ઉત્પત્તિથી બને છે, વ્યવહારથી અથાણું ત્રણ દિવસ પછી અભક્ષ્ય બને, પૂર્ણ સૂકાયા પછી જ તેલબૂડ કરેલું કપે,
૧૦. મહામહેપાધ્યાય શ્રી યશોવિજય ગણિવરે તે “નિમિત્તે વખત વિતત્વવિવાર રામ” નામે પ્રકરણ રચ્યું છે, તેમાં જેમ હિંસા અસત્યથી ચોરી વગેરે સ્વરુપે જે પાપે છે. તેમ રાત્રિભોજન સ્વયં વરૂપથી પણ પાપ છે, એમ સિદ્ધ કર્યું છે. વિશેષાથીએ તે પ્રકરણ જોઈ લેવું.
એ સિવાય પણ રાત્રિભજન વિવિધ રીતે મહાપાપ છે એમ વિવિધ શાસ્ત્રોમાં જણાવ્યું છે. દરેક ક્રિયા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સહકારથી શુભાશુભ ફળ આપે છે, જેમ દ્રવ્યથી-માંસ વિગેરે દ્રવ્ય દુષ્ટ હેવાથી અભક્ષ્ય છે, ક્ષેત્રથી-સ્મશાન વિગેરે સ્થળોમાં ભય ભજન અભક્ષ્ય છે, ભાવથી- રાગ-દ્વેષ- કષાય-વિગેરે દુષ્ટ ભાવપૂર્વક કરેલું ભેજન દુષ્ટ છે, તેમ કાળથી – રાત્રિભોજન અભક્ષ્ય છે.
રાત્રિને કાળ ગીઓ – જ્ઞાનીઓ સિવાયના પ્રાયઃ સર્વ જીવોને પાપને પ્રેરક છે, રાત્રિ થતાં જ તેવાં છો પાપની પ્રવૃત્તિ શરુ કરે છે. તેથી રાત્રિનું વાતાવરણ પાપમય હોય છે. રાત્રિએ પ્રાયઃ જીવોને પાપવૃત્તિ જાગે છે. હિંસકે, ચેર, જુગાર, વ્યભિચારી, માંસાહરી પશુ - પક્ષિઓ, વગેરે સધળા રાત્રે પાપ પ્રવૃત્તિ કરે છે, માટે તે કાળે કરેલું ભોજન પણ પાપભોજન બને, તેનાથી બુદ્ધિ પણ પાપી બને અને પાપબુદ્ધિથી આ જન્મ - ભાવિ જન્મ બધું અહિતકર બને.
આર્યસંસ્કૃતિમાં ભેજનપૂર્વે સ્નાન, પ્રભુભક્તિ, દાન, વગેરથી ચિત્તને શાન – સંતુષ્ટ બનાવી પછી વિરાગ્યથી ભજન કરવાનું વિધાન છે. યોગી પુરુષે નિર્મળ – દૌરાગી ચિત્તથી ભજન કરતા હોવાથી તેમનું ભેજન યોગબળની વૃદ્ધિ કરે છે. વગેરે બાહ્ય આચારમાં પણ અધ્યાત્મદષ્ટિ રહેલી છે.
આજે સારા કુળામાં પણ અધમાધમ આહારની લોલુપતા જોવામાં આવે છે, તેના મૂળમાં રાત્રિભેજના મુખ્ય કારણ છે. શાસ્ત્રોક્ત વિધિ – નિષેધે જિનકથિત હેવાથી એકાંત હિતકર છે, તેથી તેની ગંભીરતા ન સમજાય તે પણ તેના પાલનમાં જ હિત છે..