________________
પ્ર૦ ૩ શ્રાવકનાં સાતમા વ્રતનુ સ્વરૂપ
૩
શાકમાં વિંછી ખવાઈ જાય તેા તાળવું વિંધાઈ જાય. વેંગણુનાં ડીંટાં વિછીના આકારનાં હાવાથી આકારની સમાનતાથી અંધકારમાં વિંછીનું ભક્ષણ થઈ જાય.
નિશિથસૂણિમાં કહ્યું છે કે “ગિાલીના અવયવથીમિશ્ર ભાજન ખાવાથી પેટમાં ગિાલીઓ ઉત્પન્ન થાય છે.” સબાધ પ્રકરમાં કહ્યું છે કે “રાત્રિએ રાક્ષસ – ભૂત – પ્રેતાદિ ફરતા હોય છે તે રાત્રિભાજન કરનારને ઉપદ્રવ કરે (છળે) છે.
તૈયાર મિઠાઇ કે ખજૂર, દ્રાક્ષા વગેરેમાં રાત્રે રાંધવા વગેરેની હિંસા ન થાય, પણ તેમાં ચઢેલા કુંથુઆ વગેરેની કે તË લીલ – ફૂગ વગેરેની હિંસાના સંભવ છે. નિશીથભાષ્યમાં તા કહ્યું છે કે અવધિજ્ઞાનાદિ પ્રત્યક્ષજ્ઞાનવાળા જ્ઞાનખળે થુઆ વગેરેને પ્રત્યક્ષ જોઈ – જાણી શકે, છતાં રાત્રિભાજન કરતા નથી. જો કે દ્વીપક વગેરેથી કીડી વગેરે સ્થૂલ જીવેા દેખાય, તે પણ વિશિષ્ટ જ્ઞાનીઓએ રાત્રિભોજન અનાચરણીય માન્યુ છે, માટે તજવું જ જોઈએ. રાત્રિભાજનમાં જીવહિંસાથી પ્રાણાતિપાત, જિનવચનથી વિરુદ્ધ આચરણરૂપે મૃષાવાદ, જિનાજ્ઞાના અપાલનથી તીર્થંકર અદત્ત, રસનેન્દ્રિયની લેાલુપતાથી અબ્રહ્મ અને ખાદ્ય સુખની મમતા – મૂર્છાથી પરિગ્રહ, એમ પાંચે પાાથી પાંચ મૂળ ત્રતાની વિરાધના થાય છે.
અજૈના પણ કહે છે કે સ્વજન માત્ર અસ્ત (મરણ) પામતાં સૂતક લાગે, તા દિવાનાથ –સૂર્યના અસ્તથી ભોજન કેમ કરી શકાય ? તે રાત્રિએ પાણીને રૂધિર અને ભાજનને માંસતુલ્ય માનતા હોવાથી રાત્રિભોજનને માંસ ભક્ષણ તુલ્ય કહે છે.
રાત્રિભોજનથી જીવ અન્યભવમાં ઘૂવડ, કાગડા, ખિલાડા, ગીધ, મૃગ કે મચ્છ, તથા ભૂંડ, વિછી, સાપ અને ગિરાલી વગેરે અવતારો પામે છે. સ્કન્દપૂરાણુમાં કપાલમાચન સ્તંત્રમાં કહ્યું છે કે – હંમેશાં એક જ વાર ભોજનથી અગ્નિહોત્રનું અને રાત્રિભોજન ત્યાગથી તી યાત્રાનુ ફળ મળે છે. યાગશાસ્ત્રમાં પણ કહ્યુ છે કે રાત્રિએ યજ્ઞક, સ્નાન, શ્રાદ્ધભોજન, દેવપૂજા કે દાન કરાચ નહિ. અને રાત્રિભોજન તા સર્વથા કાય નહિ. આયુર્વેદમાં કહ્યુ છે કે સૂર્ય અસ્ત થતાં હૃદય કમળ અને નભિકમળ અને સ`કોચાઇ (બીડાઈ) જાય છે. અને સુક્ષ્મ જીવો ભોજનમાં ખવાઈ જાય માટે રાત્રિભોજન કરવું નહિ.
એમ જૈન–અજૈન અનેક શાસ્ત્રમાં રાત્રિભોજનને ત્યાજ્ય કહ્યુ છે, માટે તજવું હિતકર છે. છતાં અશકય હોય તા પણ અશન અને ખાદિમ તે તજવાં જ જોઈએ. સ્વાદિમ પણ દિવસે ખરાખર જોઈ તપાસી રાખેલુ હોય તેને ચણાપુર્વક વાપરવું, અન્યથા ત્રસાદિ જીવાની હિંસા થાય. ઉત્સગથી તે ચેાગશાસ્ત્ર વગેરેમાં કહ્યું છે કે – રાત્રિભોજનના દોષના જાણુ પુણ્યવાન આત્મા દિવસની પહેલી અને છેલ્લી બે બે ઘડી છેાડીને દિવસના શેષ ભાગમાં ભાજન કરે. આ કારણે જૈનશાસ્ત્રામાં સવારે ઓછામાં ઓછુ પણ નમુક્કારસહિતનું અને (સાંજ છેલ્લી બે ઘડી શેષ રહે તે પૂર્વે જ) રાત્રિનું ચલવિહારનું પચ્ચકખાણ કરવા કહ્યું છે. એમ