SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંપ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર મા. ૩૪ જો કે પાણી પણ અસંખ્ય જીવોના સમૂહરૂપ છે, તથાપિ તેના વિના છવાય નહિ માટે તે અભક્ષ્ય નથી અને બરફ, કરા, વિગેરે જીવને પગી નથી માટે અભક્ષ્ય કહ્યાં છે. ૧૩. સવ જાતિની માટી-માટી દેડકાં વિગેરે વિવિધ જીવની નિરૂપ હેવાથી પેટમાં ગયા પછી દેડકાં વગેરે વિવિધ જાતના છ ઉત્પન્ન થવાનો સંભવ છે. ખડીના ભક્ષણથી આમવાત વગેરે રોગ થાય છે અને માટી સ્વયં ઝેરરૂપ હોવાથી પેટના આંતરડાને સડાવે છે. માટીના કણમાં પણ અસંખ્યાત પૃથ્વીકાચ જેને સમૂહ હેવાથી મેટી હિંસા થાય છે. નીમક પણ પૃથ્વીકાય છે, તેમાં અતિસૂક્ષમ શરીરને જથ્થા હેવાથી તે સચિત્ત વાપરવું નહિ, ભગવતી સૂત્રમાં કહ્યું છે કે ચક્રવર્તીની દાસી વજીની નિશા ઉપર વજન વાટાથી એકવીશ વાર ચૂરે છતાં નીમકના કેટલાય છે એવા સૂક્ષમ હોય છે કે તેને વાટીને સ્પર્શ પણ થતું નથી, માટે માટી ખાવાથી કેઈ લાભ નથી, હિંસા ઘણી છે, માટે સર્વ જાતની માટી અભક્ષ્ય કહી છે. ૧૪, રાત્રિભેજન - રાત્રે રાંધવામાં, ખાવામાં, પાત્રો માંજવામાં ઘણું છકાય જેની હિંસા સંભવિત છે. ચોગશાસ્ત્ર વગેરેમાં કહ્યું છે કે રાત્રિભોજનમાં કીડીના ભક્ષણથી બુદ્ધિને નાશ. માખીથી વમન, જૂના ભક્ષણથી જલદર અને કરેલીયાના ભક્ષણથી ભયંકર કોઢ રેગ થાય. ભેજનમાં વાળ ખવાય તે સ્વરભંગ, કાંટ- લાકડું વગેરેથી ગળાનું દર્દ અને વેંગણના ૮. અહીં જણાવેલાં બાવીશે અભયે જીવનમાં જરૂરી નથી, કેવળ રવાદ વગેરે જડ સુખના રોગથી વપરાય છે. માટે અભય છે. પાણી પેય છે, તથાપિ હિંસા તે છે જ, માટે વિવેકી મનુષ્ય ' તુલ્ય સમજી બને તેટલું ઓછું વાપરવું જોઈએ. બાહ્ય સુખના રાગથી પણ કરાતાં પાપે પરિણામે મહાદુઃખ આપે છે એમ શાસ્ત્ર કહે છે. કારણ કે બાહ્ય સંખના રાગથી પાપને અનુબંધ થાય છે, તેથી પરંપરાએ અનેકાનેક ભવ સુધી તેનાં દુષ્ટ ફળ ભેગવવો. પડે છે. જીવનમાં અનિવાર્ય પણ પાપ પાપભીરતાથી કરનારને દયાને અનુબંધ પડે છે, તેથી પરિણામે પાપથી છૂટી સર્વવિરતિ સ્વીકારી શકે છે. વર્તમાનમાં પાણીના નળ, બાથરૂમ, પાયખાનાં, પંખા, પલંગ, શોફા, ભેજન માટે ટેબલ-ખુરશીઓ, વગેરે વધી રહેલાં અનેક સાધને પણ પાપરૂપ છે, તેને રાગથી પાપને અનુબંધ થતાં ઉત્તરોત્તર જીવ ફૂરઘાતકી બને છે, તેથી હિંસક અવતારને પામે છે અને ચાર ગતિમાં દીર્ઘકાળ સુધી દુઃખી થાય છે. આ જિનકથિત પરમ સત્ય પ્રત્યે આદર કરી આત્માર્થીએ અનિવાર્ય પાપમાં પણ વિવેકી બની બને તેટલાં પાપને તજવાં જોઈએ. ૯. કુંભારના નિભાડા નીચે કે કંઇની ભઠ્ઠો નીચે માટીના ઘડામાં નીમકને સીલ કરીને દાટવામાં આવે તે ઉપરના અગ્નિના તાપથી ઓગળીને પાણી થઈ જાય, પછી કરે ત્યારે પાકું બલમન (ચિત્ત) થાય છે અને વર્ષો સુધી અચિત્ત રહે છે. ડબલ પાણીમાં ઉકાળીને (સાકરની ચાસણીથી બુરું ખાંડ બનાવવાની જેમ) રસ બનાવીને ઠારેલું અચિત્ત બને, પણ તે પાણીમાં ઉકાળેલું હોવાથી બે ચાર મહીને પુનઃ સચિત્ત થાય. તાવડી વગેરેમાં સેકીને લાલ બનાવેલું પણ અચિત્ત થાય, પણ અઠવાડીયા પછી સચિત્ત થઈ જાય એ વ્યવહાર છે.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy