SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૩ શ્રાવકનાં ચતુર્થવ્રતનું સ્વરૂપ જૂન ભાંગે પાળવું તે દેશ બ્રહ્મચર્ય છે. સંપૂર્ણ પાલન ન કરી શકે તે ગૃહસ્થને દેશ બ્રહ્મચર્યરૂપ આ સ્થૂલત હેય છે. અહીં સ્વદારતેષમાં વેશ્યા, કુમારી વગેરે સર્વ સાધારણ સ્ત્રીઓનો ત્યાગ થાય છે અને પરસ્ત્રી ત્યાગમાં એ અંગે અપવાદ રહે છે, તે પણ માનવતાથી વિરુદ્ધ હેઈ તે અધર્મ ગણાય છે. વર્તમાનમાં વૃદ્ધ પરંપરાથી આ વ્રત અન્ય વતની જેમ દ્વિવિધ-ત્રિવિધ ભાંગે, લેવાતું નથી, પણ મનુષ્ય સ્ત્રીને “કાયાથી સેવવું નહિ એ ભાંગે, તિર્યચ સ્ત્રીને “મન-વચનકાયાથી સેવવું નહિ એ ભાંગે અને દેવીઓનો “મન-વચન-કાયાથી સેવવું-સેવરાવવું નહિ એ ભાંગે ત્યાગ કરાય છે. જો કે ધર્મમાં પુરુષની પ્રધાનતા હોવાથી શાસ્ત્રોમાં પુરુષને અંગે વર્ણન હોય છે, તથાપિ પુરુષને પરદારાના ત્યાગની જેમ સ્ત્રીઓને સ્વપરણેત પતિ સિવાય અન્ય સવ પુરુષને ત્યાગ અર્થાત્ સ્વપતિ સંતેષ એ એક જ પ્રકારનું ચતુર્થ અણુવ્રત છે. ૨, આજના સામ્યવાદના ગંડાપામાં કુતર્કો વધ્યા છે, એથી સ્ત્રીને પણ અનેક પતિને હક્ક મળો જોઈએ, એમ અપઠપંડિત પ્રચારે છે, પણ તેઓએ પિતાની પત્નીને એ હક્ક આપ્યો હોય તેમ જાયું નથી, તત્વથી પરસ્ત્રીને ભેગવવાની પાપી ભાવનાવાળી કુબુદ્ધિમાંથી પ્રગટેલે આ પાપી કુતર્ક છે. વસ્તુતઃ તે કર્મોને કારણે જીવ જીવ પ્રત્યે અસમાનતા એ જ સંસાર છે. કર્મોના નાશથી જ અસમાનતા ટળે અને સમાનતા પ્રગટે. સિદ્દો બધા સમનસુખ-સમૃદ્ધિવાળા હેય છે, પરમાત્માનું શાસન એ જ સાચે સામ્યવાદ છે. સર્વ જીવોને સમાન બનાવવા માટે તે શાસન છે, પણ ત્યાગ વરાગ્યપૂર્વકના સદાચારના સેવન દ્વારા કર્મોને નાશ કરવાથી તે બની શકે. માટે સ્વ-સ્વભૂમિકાને અનુસરીને અને તે તે સદાચાર પાળવાનું વિધાન છે. કર્મોથી બધા સમાન હોય તે આચાર પણ દરેકના સમાન હોય, દર્દીઓને નિરોગી બનાવવાના ઉપાયરૂપ ઔષધે દરેકની કક્ષા પ્રમાણે ભિન્ન હોય છે, તેમ આત્માને માટે પણ નિરોગી થવાના ઉપાય. આચાર દરેકની કક્ષા પ્રમાણે જ હોય. એક સરખા ન જ ઘટે. સ્ત્રી જે કર્મોના કારણે સ્ત્રીને અવતાર પામે છે, તે કર્મોને તેડવા માટે સંપૂર્ણ બ્રહ્મચર્ય ન પળાય તે પણ તેને એક જ પરણેલા પતિને આશ્રય લેવાને છે. આ અધ્યાત્મદષ્ટિ છે. લેકવ્યવહારથી પણ વિવિધદષ્ટિએ આ વિધાન સર્વ હિતકર છે. તેમાં – ૧. ગણિતદષ્ટિએ- પુરુષોની અપેક્ષાયે સ્ત્રીઓ જૈન ગણિત પ્રમાણે તે ગર્ભમાં ઉત્પન્ન થતી ત્યાં જ મરતી અને જન્મેલી સર્વ મળી સત્તાવીશ ગણી હોય છે અને જન્મેલી પણ ત્રણ ગુણથી પણ અધિક પ્રત્યક્ષ છે, છતાં સ્ત્રીઓ અનેક પતિને કરે તે કેટલીય કન્યાઓ પતિ વિનાની જ રહે. ૨. વ્યવહાદૃષ્ટિએ- ભાગ્ય–ભગીને ભેદ સ્પષ્ટ છે. પુરુષ ભોગી છે, સ્ત્રી ભોગ્ય છે. માટે પણ સ્ત્રીને એકપતિવ્રત હિતકર છે. બીજી રીતે પણ અનેક પતિની છૂટથી સ્ત્રી-પુરુષને પરસ્પર વિશ્વાસ-આત્મીયતા વગેરે સદ્દભાવ ન પ્રગટે, પરિણામે વિશ્વાસ રહિત જીવન દુઃખમય બને, આ હકીત નાતરીયા કેમના અને આજના છુટાછેડાના અનાર્ય કાનુનથી પ્રગટતા કલેશોને તાદશ ચિતાર કેર્ટોમાં જેવાથી સમાય તેમ છે. અવિશ્વાસથી સ્ત્રી ઘરનું આધિપત્ય પામી શકે નહિ અને એના સંતાનોની દુર્દશા તે અસહ્ય બની જાય, વ્યભિચાર વધે, સદાચાર ન થાય અને માનવતા ફરતાથી અવરાઈ જાય.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy