SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ સંગ્રહ ગુ. ભા૦ સાદ્વાર ગા. ૨૮ આ વ્રતના પાલનથી ઘણા લાભ થાય છે. સંબંધ પ્રકરણમાં કહ્યું છે કે- કેડે સોનૈયાનું દાન કરે, અથવા સેનાનું જિનમંદિર બંધાવે, તેનાથી પણ અધિક ફળ એક નિર્મળ બ્રહ્મચર્યના પાલનથી થાય છે. ઉત્તરાયન સેળમા અધ્યયનમાં કહ્યું છે કે- દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને કિન્નર પણ બ્રહ્મચારી મનુષ્યને નમે છે, કારણ કે તેઓ દેવને પણ દુષ્કર એવા બ્રહ્મચર્યને પાળે છે. વળી કહ્યું છે કે મનુષ્યને ઉત્તમ ઠકુરાઈ, અખૂટ ઋદ્ધિ, રાજ્યસંપત્તિ, કામ–ભેગની શ્રેષ્ઠ સામગ્રી, નિર્મળ કીર્તિ, નિર્વિકારી બળ, સ્વર્ગીય સુખો અને અંતે છેડા ભેમાં મેક્ષ, એ સઘળું નિર્મળ બ્રહ્મચર્યથી મળે છે. વધારે શું? કલહપ્રિય, લકાને લટાવનાર અને પાપમાં રક્ત એવા પણ નારદને એક નિર્મળ શીયલના પ્રભાવે મોક્ષ થાય છે. પ્રશ્ન- બળાત્કારે વૈધવ્ય પળાવવાથી ગુપ્ત વ્યભિચાર, ગર્ભપાત અને બાળહત્યા જેવાં પાપે થાય તે કરતાં પુનર્લગ્ન શું ખોટું ? ઉત્તર- કુળયારે પણ પુનર્લગ્ન ન કરનાર બહેનોમાં મોટે ભાગ પરિણામે નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળતા થઈ જાય છે અને જીવન પવિત્ર જીવે છે. હા, થોડી વ્યક્તિએ વ્યભિચારી બને. તે પણ છે ધણનું રક્ષણ કરવું તે સદાચાર છે, થેડાના હિત માટે ઘણાને અહિત થાય તે તત્ત્વથી ભ્રષ્ટાચાર છે. જગતમાં કોઈ વ્યવહાર એવો નહિ મળે કે ઘણાના હિત માટે અ૯૫જીવોને કપિત અહિત ન થતું હોય ! વસ્તુતઃ વ્યભિચાર પતિના અભાવે નSિ, પણ ભેગની તીવ્ર વાસનાથી સેવાય છે, કદાચ આ કાળે વિધવા કરતાં સધવાઓની સંખ્યા વ્યભિચારમાં અધિક પણ હોય ! કારણ કે સધવા ગર્ભાધાનથી નિર્ભય હોય છે. તત્વથી તે અનાદિ વિષય વાસનાને ટાળવા અનિચ્છાએ પણ સદાચારાનું પાલન કરવું તે જ સ્વ–પર હિતકર છે. માટે સ્ત્રીની જેમ પુરુષને પણ બ્રહ્મચર્ય કે એક પત્નીવ્રત હિતકર છે, તેને પણ અનેક સ્ત્રીઓને પરણવામાં હિત નથી. પ્રશ્ન- ઇચ્છા વિના બ્રહ્મચર્યનું પાલન સદાચાર નહિ પણ બંધન-બલાત્કાર ગણાય. એથી કંઈ આત્મહિત ન થાય. ઉત્તર- શહેરને કિલ્લે પ્રજાને બંધનરૂપ હતાં બાહ્ય ઉપદ્રવોથી રક્ષણ માટે જરૂરી છે અને જેલ કેદીને બંધન છે પણ પ્રજાના હિત માટે અનિવાર્ય છે. એમ આર્ય આચારોની મર્યાદાઓ કેટલીક અંતરંગ શત્રુઓથી રક્ષણ માટે અને કેટલીક બાહ્ય ઉપદ્રવોથી બચવા માટે હોવાથી એકાંતે હિતકર છે. દીને જેલ બંધન લાગે અને ચેર – લુંટારાઓને કિલે ન ગમે તેથી જેલને કે કિલ્લાને નાશ ન કરાય. - ધામિદષ્ટિએ- ધર્મશાસ્ત્રો જણાવે છે કે પૂર્વજન્મમાં શિયળ નહિ પાળવાથી કે અસદાચાર સેવનથી પ્રાયઃ ભેગાંતરાય વગેરે કર્મો બંધાય છે અને તેના વિપાકરૂપે વૈધવ્ય વગેરે કષ્ટ થાય છે. માટે સમભાવથી બ્રહ્મચર્યનું પાલન કરીને તે કર્મોને પ્રતિકાર કરવો જોઈએ. સદાચારને લેપ કરવાથી તે તેથી પણ અધિક આકરો નપુંસકવેદ વગેરે દુષ્ટ કર્મો બંધાય છે અને તેના પરિણામે નરક વગેરે માઠી ગતિમાં ઉપજવું પડે છે. કુપથ્યથી થયેલા રોગને પથ્યથી હટાવી શકાય કુપથ્યથી નહિ. છતાં કુપાચ્ય કરે તો વધી ગયેલ રોગ મરણને દ્વારે પહોંચાડે. . એમ વિવિધ દૃષ્ટિએ પુરુષ કરતાં સ્ત્રી જીવનની મર્યાદાઓ ભિન્ન છે. પુરુષપણું પૂર્વે પાળેલા બ્રહ્મચર્ય વગેરે સદાચારનું ફળ છે. તે પુણ્યરૂપ હોવાથી સ્ત્રી કરતાં પુરુષને વિશાળ ભેગને અધિકાર મળે છે. તેથી
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy