________________
ધર્મસંગ્રહ ગુરુ ભાવ સાકાર ગા. ૨૮
આ ચારે પ્રકારનું અદત્ત સાધુને ન કપે. ગૃહસ્થને તે માત્ર સ્વામી અદત્તને જ ત્યાગ કરી શકાય, તે સ્કૂલ અને સૂમ બે પ્રકારનું છે, તેમાં બહુમૂલ્ય-જે વસ્તુ તેના માલિકે પોતે આપ્યા વિના લેવાથી ચોરીનું કલંક લાગે, એવું સમજવા છતાં માલિકની સંમતિ વિના દુષ્ટ આશયથી લેનારને સ્થૂલ અદત્તાદાન લાગે. એ પ્રમાણે ચેરીના આશયથી ખેતર-ખળાં વગેરેમાંથી થોડું પણ ગુપ્ત રીતે લે તો તે પણ આશય દુષ્ટ હોવાથી સ્થૂલ ચોરી કહેવાય. પણ ચિરબુદ્ધિ વિના ઘાસ-માટી-ઈંટ વગેરે સામાન્ય માલિકને વસ્તુ પૂછ્યા વિના લેવા છતાં પણ ચેરીનું કલંક લાગે તેમ ન હોવાથી અને ચોરીની બુદ્ધિ ન હોવાથી સૂક્ષમ અદત્તાદાન ગણાય. ગૃહસ્થ તેની જયણું રાખીને સ્થૂલને ત્યાગ કરી શકે.
આ વ્રત પાલનથી સર્વત્ર વિશ્વાસ, પ્રશંસા, ધનવૃદ્ધિ, મનની પ્રસન્નતા, ઠકુરાઈ અને અન્યભવે સ્વર્ગાદિ સદગતિ મળે છે. કહ્યું છે કે-અચૌર્યગ્રત પાળનારનું ધન ખેત્ર, ખળાં કે જંગલમાં, દિવસે, રાત્રે, કે પ્રાણુત આપત્તિમાં પણ ક્યાંય નાશ પામતું નથી. ઉલટું તે અનેક ગામ, નગર, ખાણ, દ્રણમુખ, મંડળ અને શહેરને સ્વામી ચિરંજીવ રાજા બને છે. તેથી વિપરીત આ વ્રત નહિ લેવાથી, લેવા છતાં નહિ પાળવાથી, કે અતિચારે સેવવાથી આ ભવમાં અનેક મનુષ્ય તરફથી નિંદા, ધિક્કાર-તિરસ્કાર, વગેરે પરાભ, કે દેશનિકાલ અને ફાંસી વગેરેની સજા તથા પરભવમાં નરક અને ત્યાંથી નકલ્યા પછી મનુષ્ય થાય તે પણ માછીમાર વગેરે નીચકુલમાં જન્મ, દરિદ્ર, હીનઅંગી. બહેરે, અધે થાય તથા તિર્યંચ એનિમાં દુઃખેથી રીબાય, માટે અચૌર્યવ્રતનું પાલન કરવું જોઈએ. હવે ચતુર્થવ્રતનું વર્ણન અને સ્વરૂપ કહે છે.
मूलम् - स्वकीयदारसतोषो, वर्जन वाऽन्ययोषिताम् ।
श्रमणोपासकानां तच्चतुर्थाणुव्रत मतम् ॥२८॥ અર્થાત્ સ્વદારા સંતોષ અથવા પરસ્ત્રીત્યાગને શ્રાવકેનું ચોથું અણુવ્રત કર્યું છે. તાત્પર્ય કે પરણેલી એક યા અનેક પોતાની સ્ત્રીઓમાં જ સંતોષ, કે બીજાએ પરણેલી, રાખેલી રખાત, તથા અપરિગ્રહત દેવીઓ અને પશુસ્ત્રીઓ સાથે મૈથુન ક્રિયાનો ત્યાગ કરે તે ગૃહસ્થનું ચોથું અણુવ્રત છે. જો કે અપરિગ્રહિતા દેવીએ, કે પશુસ્ત્રીઓ કઈ અમુકની સ્ત્રી તરીકે મનાતી નથી, તથાપિ પરજાતિય હોવાથી મનુષ્યને તે પરસ્ત્રી જ ગણાય.
અહીં મિથુન સૂકમ અને સ્કૂલ બે પ્રકારે છે, તેમાં વેદોદયથી ઈન્દ્રિયોનો વિકારમાત્ર પ્રગટે તે સૂક્ષમ અને મન-વચન કે કાયાથી સ્ત્રી યા પુરુષના પરસ્પર ભેગરૂપ મૈથુન કિયા સેવવી તે સ્થૂલ મૈથુન છે. અથવા મૈથુનના ત્યાગરૂપ બ્રહ્મચર્ય પણ સંપૂર્ણ અને દેશથી એમ બે પ્રકારે છે. તેમાં વક્રિય અને દારિક બન્ને પ્રકારના કામ–ભેગોને ત્રિકરણ-યેગે જેમાં ત્યાગ હોય, તે (૩ * ૩ ૪ ૨ = ૧૮ પ્રકારનું) સંપૂર્ણ બ્રહ્મચર્ય છે અને તેમાં જે કંઈ