________________
પ્ર૦ ૩ બાવકનાં બીજા વ્રતનું સ્વરૂપ
ભૂત-ભવિષ્ય- વર્તમાન ત્રણ કાળ સાથે ગુણતાં ૨૪૩ દે થાય. તેમાંથી શ્રાવક ઉત્કૃષ્ટ ભાંગે ત્યાગ કરે તે પણ ત્રણ કાળ, ત્રણ યોગ, બે કરણ અને બેઈન્દ્રિયાદિ ચાર પ્રકારના ત્રાસ જીની જ હિંસા તજે, તેથી ૩ ૪ ૩ ૪ ૨ ૪ ૪ = ૭૨ પ્રકારે જ ત્યાગ કરી શકે અને તે પણ માત્ર સવાસો જ, છતાં (સર્વવિરતિની ભાવનાથી) ફળ ઘણું મોટું મળે છે. સંબંધ પ્રકરમાં કહ્યું છે કે
“આ ચરાચર વિશ્વમાં પણ જીવને આરોગ્ય, ઐશ્વર્ય, સુંદરરૂપ, નિર્મળ-અપ્રતિત યશ-કીર્તિ, ન્યાયપૂર્વકની સંપત્તિ, નિર્વિકારી યવન, લાંબું-અખંડ આયુષ્ય, આજ્ઞાપાલક પરિવાર, ભક્તિવંત વિનીત પુત્ર, સતી સ્ત્રી, વગેરે જે સુખસામગ્રી મળે છે તે એક જ જીવદયાનું પ્રત્યક્ષ ફળ છે.” છતાં બાહ્ય સુખને વશ થઈ હિંસા કરે તે તેનાં માઠાં ફળ તરીકે પાંગળા, ઠુંઠા, કઢીઆ અને સ્વજન વિયોગી થાય, શોક-સંતાપ, અકાળમરણ, દુઃખ, દોર્ભાગ્ય વગેરે વિવિધ દુખેથી રીબાચ, ઉપરાંત નરક, તિર્યંચ વગેરેના દુઃખદ અવતાર પામીને
અનેક જન્મ-મરણને પણ પામે. અધિક શું કહેવું? અહિંસા કલ્પવેલી છે, તેમ હિંસા વિષવેલી છે. થોડા સુખ માટે કરેલી હિંસાથી દીર્ધકાળ વિવિધ આકરાં દુખ ભોગવવાં પડે છે, માટે સુખના અર્થી આત્માએ શક્ય તેટલી હિંસાનો ત્યાગ કરવો હિતકર છે. હવે બીજા વ્રતનું સ્વરૂપ અને વર્ણન કહે છે
मूलम् -द्वितीय कन्या-गो-भूम्यलीकानि न्यासनिह्नवः ।
फूटसाक्ष्य' चेति पञ्चासत्येम्यो विरतिर्मतम् ॥२६।। અર્થાતુ-કન્યા, ગાય અને ભૂમિ સંબંધી મૃષાવાદ, થાપણ ઓળવવી અને બેટી સાક્ષી પૂરવી, એ પાંચ સ્થૂલ અસત્ય નહિ આચરવાં, તેને બીજું વ્રત કર્યું છે.
ઉપર કહેલાં પાંચ પ્રકારના મૃષાવચને અતિ દુષ્ટ આશયથી જ બેલાય માટે તે સ્કૂલમોટાં અસત્ય છે. તેમાં –
૧. કન્યાલીક- કન્યા અંગે વિષકન્યાને સારી, સારીને વિષકન્યા, દુરાચારવાળીને સદાચારવાળી, સદાચારિણીને દુરાચારિણી કહેવી અને એ રીતે કુમાર-દાસ-દાસી-કર વગેરે બે પગવાળા કેઈ પુરુષને અંગે પણ વિપરીત – અસત્ય બોલવું.
ર. ગવાલીક- થોડા દૂધવાળી ગાયને ઘણા દૂધવાળી, ઘણા દૂધવાળીને અલ્પદ્રવાળી વગેરે તથા ઉપલક્ષણથી ભેસ, ઘોડા, હાથી, બળદ, બકરાં, ઘેટાં વગેરે ચાર-પગવાળા કઈ પ્રાણને અંગે પણ વિપરીત બોલવું તે સર્વ ગવાલીક જાણવું.
૧. ચારે ગતિના જીવોમાં મનુષ્ય ઉચ્ચ છે, દેવો પણ તેની સેવા કરે છે, તેથી તેની જવાબદારી છે કે તેણે શકય હોય તેટલી અન્ય જીવોની રક્ષા અને દયા કરવી જોઈએ.