________________
ધર્મસહ ગુઢ ભાવે સારોદ્ધાર મા. ૨૫ હવે પહેલા વ્રતનું સ્વરૂપ કહે છે. मूलम् “निरागो द्विन्द्रियादीनां, संकल्पाच्चाऽनपेक्षया ।
હિંસાયા વિસિય ના ચાલુવ્રતહિમ રા' અર્થાત્ નિરપરાધી બેઈન્દ્રિવાળા વગેરે ત્રસ જીવોની નિષ્કારણ સંકલ્પપૂર્વક હિંસાને ત્યાગ તે પહેલું અણુવ્રત છે. તેમાં ૧. અપરાધી સર્વની, ૨. નિરપરાધી પણ સ્થાવર છની, ૩. ગૃહસ્થના સાવઘકારૂપ આરંભથી થતી ત્રસ જીવોની અને ૪. નિરંકુશ પશુઓની કે અસદાચારી અથવા પ્રમાદી પુત્રાદિ પરિવારની ઈરાદાપૂર્વક કરાતી તાડન તર્જન વગેરે, એમ ચાર પ્રકારે હિંસાને ગૃહસ્થ પ્રતિજ્ઞા રૂપે ત્યાગ ન કરી શકે, તે પણ તેણે આરંભાદિમાં શક્ય તેટલી અધિક જયણા તો કરવી જ જોઈએ. જેમ કે- છિદ્રોરહિત ઘટ્ટ જાડા કપડાથી પાણી ગળવું, ગાળતાં બચેલા પોરા વગેરે જીવોની યુક્તિથી રક્ષા કરવી, ઈંધણ, છાણ, કેલસા, વગેરે બળતણ સૂકું, તે પણ ઘણું જુનું નહિ-તાજું, પોલાણ વિનાનું, બહાર- અંદર જવાથી રહિત હોય તો પણ સારી રીતે જોયા પછી વાપરવું, દરેક અનાજ, પકવાન્નો, સુખડ જાતિનાં શાક, સેપારી, એલચી, વગેરે મુખવાસે, પાન, ભાજી-પાલો, ફળો વગેરે દરેક વસ્તુ પરિમિત, તાજી અને જીવહિત તપાસીને વાપરવી. કારણ કે જમણુ તે માતા છે, તે અન્યની અને આત્માની પણ રક્ષા કરે છે, જયણાથી જીવમાં દયાના પરિણામ દઢ થાય છે, સમકિત નિર્મળ થાય છે અને ચારિત્રમાં બાધક કર્મોને પશમ થવાથી ચારિત્રના પરિણામ પ્રગટે છે. અજયણાથી નિર્દયતા વધે છે, સમકિત પણ મલિન થઈ નાશ પણ પામે છે અને ચારિત્રમાં બાધક એવા કર્મોને બંધ થાય છે.
ઉપર કહેલાં ચાર વિશેષણોથી ગૃહસ્થને માત્ર સવાવસો જ દયા થાય છે, જ્યારે સાધુને મહાવ્રતોથી સંપૂર્ણ વિરાવસા દયા થાય છે. જેમ કે- ગૃહસ્થને સ્થાવર ત્રસ પૈકી માત્ર ત્રસની જ હિંસાને ત્યાગ થવાથી અડધી જતાં દશવસા થાય, તેમાંથી પણ સાપરાધી ત્રસની હિંસાની છૂટ રાખવાથી અડધી જતાં પાંચવસા થાય, તેમાંથી પણ કારણે (સાપેક્ષ) હિંસાની છૂટ રહેવાથી અઢીસા અને તેમાંથી પણ આરંભજન્ય હિંસાને ત્યાગ ન કરવાથી અડધી જતાં માત્ર સવાવ દયા રહે. તથાપિ હિંસાના સંપૂર્ણ ત્યાગની ભાવનાવાળો હેવાથી શ્રાવક સ્થાવરની પણ નિરર્થક હિંસાને તજે. ગશાસ્ત્રમાં કહ્યું છે કે- અહિંસાધર્મને જ્ઞાતા મોક્ષને ઈછતે શ્રાવક સ્થાવરની હિંસા પણ નિરર્થક ન કરે. એ જયણાના પ્રભાવે જ તેને સર્વવિરતિગુણની ગ્યતા પ્રગટે, ગૃહસ્થાશ્રમનું બંધન એવું છે કે- અનિચ્છાએ પણ હિંસાદિ પાપ કરવાં પડે, માટે જ આત્માર્થી ગૃહસ્થ સદા સાધુજીવનને ઝંખે છે.
શારામાં બીજી રીતે જીવહિંસાના ૨૪૩ પ્રકારે કહ્યા છે. જેમ કે- પાંચ સ્થાવર, ત્રણ વિકલેક્તિ તથા એક પંચેન્કિ મળી નવ પ્રકારના છની મન-વચન-કાયાથી ગણતાં ૨૭ લેદ થાય. તેને કરવા-કરાવવા અને અનુમોદવા રૂપ ત્રણ પ્રકારે ગુણતાં એકાશી અને તેને