________________
ધર્મસંપ્રહ ગુરુ શાહ સાદ્ધિાર મા. ૨૬
૩. ભૂમિઅલીક- ક્ષેત્ર-ઘર-હાટ-હવેલી – આંગણું વગેરે વિવિધ ભૂમિ અંગે સારુંખેટું, પિતાનું – પરાયું કે બીજાનું વગેરે કહેવું તથા દ્વિપદ-ચતુષ્પદ સિવાયની વસ્ત્ર-પાત્રવસ- ધન-માલ-મિલ્કત વગેરે સઘળી અપદ વસ્તુ સંબંધી પણ છેટું બોલવું તે સર્વ ભૂમિઅલીક જાણવું.
અહીં દ્વિપદમાં કન્યા અંગે, પશુ વગેરેમાં ગાય અંગે અને અન્ય પદાર્થોમાં ભૂમિ અંગે અસત્ય બોલવું તે લોકમાં અતિદુષ્ટ મનાય છે, અને તેથી ભેગાંતરાયાદિ કિલષ્ટ કર્મો બંધાય એમ આગમમાં કહેલું છે, માટે તે વિશેષતયા વર્જવા જોઈએ, એમ જણાવવા દ્વિપદ વગેરે નહિ કહેતાં કન્યાલીક વગેરે નામો કહ્યાં છે.
૪. થાપણુમે – બીજાએ વિશ્વાસથી રક્ષા માટે સેપેલી વસ્તુ થાપણ કહેવાય. તેને અંગે “તેં મને કંઈ આપ્યું જ નથી, અગર ડી જ મૂકી છે” એમ કહેવું, કે મૂકેલી મૂળ વસ્તુ એળવીને બીજી વસ્તુ બતાવવી, વગેરે (પૂર્વના ત્રણમાં અંતર્ભાવ થઈ શકે છતાં). વિશ્વાસઘાતરૂપ હોવાથી તેને ભિન્ન પ્રકાર કહ્યો છે.
૫. ખોટી સાક્ષી – બીજાએ લેણ-દેણ વગેરેમાં વિશ્વાસુ માની સાક્ષી રાખેલે, છતાં તેષાદિથી કે લાંચ, સુરત, વગેરેને વશ જુઠું બોલવું. આ અસત્ય પણ બીજાના પાપનું પોષણ કરવારૂપ હોવાથી ચારથી ભિન્ન કહ્યું છે.
અહીં એ તાત્પર્ય છે કે અપ્રશસ્ત કષાયને વશ, દુષ્ટ રાગ-દ્વેષાદિને વશ, કે હાંસી, ભચ, લજજા, વાચાળતા, કુતુહળ કે વિષાદ વગેરે દુષ્ટ આશયથી બેલાચ તે સર્વ અસત્ય છે. સત્ય પણ દુષ્ટ આશયથી બોલેલું સ્વ-પર અહિતકર હોવાથી અસત્ય માન્યું છે. તત્ત્વથી તે સતાં હિત સત્ય' અર્થાત્ પ્રાણીઓને, સત્ય પદાર્થોને અને સજજનેને, હિત કરે તે સત્ય છે. પરપીડાકારી સત્ય પણ અસત્ય છે. કહ્યું છે કે “મૃષા બોલવું નહિ, કારણ કે સાચું છતાં જે પરપીડાકારક બને તે સાચું નથી!”
આ મૃષાવાદ સ્કૂલ અને સૂકમ બે પ્રકારે છે, તીવ્ર સંકલેશથી બોલવું તે સ્કૂલ અને હાસ્નાદિથી બેલાય તે સૂફમ. તેમાંના -
૧. ભૂતનિટ્સવ- ગૃહસ્થને સ્થૂલને જ ત્યાગ શક્ય છે, તેના સામાન્યથી ચાર પ્રકારે છે, જેમ કે સત્યને છુપાવવા બોલવું કે “આત્મા–પુણ્ય-પાપ-પરલક-મલ વગેરે નથી” વગેરે સત્યને ઓળવવું તે ભૂતનિહ્નવ કહેવાય.
૨. અ દભાવન- જે ન હોય તેને છે એમ કહેવું કે બીજા સ્વરૂપે કહેવું જેમ કે આત્મા સક્ષમ છે, કે વિશ્વવ્યાપી છે, વગેરે અભદ્દભાવન.