________________
આઠ મદની સજ્ઝાય વિગેરે કૃતિએ તા, આજે પણ ગાનાર અને સાંભળનાર સૌનાં દી.લ હરી લે તેવી રસિક અને ભક્ત્યાદિ ભાવાથી પરિપૂર્ણ છે.
સમાન નામધારી અન્ય કવિ- ગ્રંથકારશ્રીના સમકાલે જ ખીજા પણ ‘માનવિજયજી’ નામના ત્રણ કવિએ વિદ્યમાન હતા. તેમાંના બે તા તપાગચ્છીય જ હતા અને એક ખરતરગચ્છીય હતા. આ ઉપરાન્ત એક માનમુનિ નામના પણ સાધુ હતા (જીઓજૈન ગુર્જર કવિઓ-ભા. ૨) તેમણે અનુક્રમે શ્રીપાલરાસ, વિક્રમાદ્રિત્યચરિત્રરાસ, પાંડવ ચરિત્રાસ, આદિની રચનાએ કર્યાનું જણાય છે.
ભાષાન્તર યુગ – વર્તમાન યુગ મૌલિક કૃતિઓના ભાષાન્તર યુગ તરીકે વધારેમાં વધારે પ્રસિદ્ધ થયેલા છે. સંસ્કૃત આદિ એક ભાષામાંથી ગુજરાતી આદિ ખીજી ભાષામાં ગ્રંથને સાદ્યંત ઉતારવા, તેનું નામ ભાષાન્તર છે. અલ્બત્ત, આવાં ભાષાન્તર કરવાની શરૂઆત કચારથી થઈ અને પહેલવહેલું કેાણે કયા ગ્રંથનુંં ભાષાન્તર કર્યું' તથા ક્યી કયી ભાષાના ગ્રન્થા કંચી કી ભાષામાં ઉતરાયા, ગુજરાતી અને તેવી જ ખીજી પ્રાંતીય ભાષાની કૃતીઓના ભાષન્તિરી સં‘સ્કૃત વિગેરેમાં થયા છે કે નહિ, આ બધા પ્રશ્નો વિદ્વાનાએ વિચારવાના છે. ‘મૂલ ભાષાના અનભ્યાસી મનુષ્યોને, તેમની જ ભાષામાં મૂલ કૃતિમાં સમાયેલે જ્ઞાનના ખજાના પ્રકટ કરી આપવા,’ એ ભાષાન્તરાની ઉપયાગીતા છે. સાહિત્યક્ષેત્રમાં ભાષાન્તરા પણ મૌલિક કૃતિઓ જેટલાં જ ગણનાપાત્ર છે, એ એક હકીકત છે. બેશક તે મૂલ કૃતિઓની ખૂબીઓ કે ખામીઓ જેમ હોય તેમ તેના જ ટોન' આશય અને ટેસ્ટ' અભિરૂચિમાં રજુઆત કરનાર હાવાં જોઇએ. વ્યવહારમાં જેમ એક નકલ કરનારની જોખમદારી રહેલી છે, તે જો ગરબડ કે પ્રમાદ કરે તા ‘આગલ ગાડી’ને બદલે ‘આગ લગાડી’ જેવા અનથ પણ મચાવી દે, તેમ ભાષાન્તરકારની જોખમદારી તેનાથી પણ ચઢીઆતી છે. સાચે જ તે ગ્રંથના હાર્દ સુધી પહોંચનાર વિચારશીલ વિદ્વાન હોવા જોઈએ.
ધમ સંગ્રહનું ભાષાન્તર-વાચકાના કમલમાં જે આ ગ્રંથ મૂકાય છે, તે છે ઉપયુ કત શ્રી સંગ્રહનું ભાષાન્તર: આ ભાષાન્તરમાં ગૃહસ્થના સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ રૂપ એ નિભાગાનુ જ વિવેચન કરેલું છે અને તે મૂલ ગ્રંથના જે ટીકાલાગ છે તેનું ભાષાન્તર છે. મૂલ ગાથાએ તેા તેના અસલી સ્વરૂપમાં જ રજુ કરેલી છે.
****
- ભાષાન્તરકાર- મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી, કે.જે આચાય શ્રીમદ્ વિજયમને હરસૂરિજી મહારાજના શિષ્ય છે. અને સધસ્થવિર, શાન્તસૂર્તિ આવા દેવ શ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાના પ્રપશ્ચિષ્ય છે, તમારા શાતમૂર્તિ
આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્જમેઘસૂરીશ્વરજી મહારાજના પ્રશ્ચિમ છે, તેમણે આ ભાષાન્તર કરેલું છે. આ ભાષાન્તર પાછળ તેમણે ત્રણ-ચાર વર્ષના અખંડ શ્રમ સેવેલા છે, ભાષાન્તરકાર