________________
8]
દવાખાનામાં કે મધ્યમ વર્ગને મદદ આપવામાં વાપરી શકાય નહિ, તેને માટે જૂદું સાધારણ ફંડ ઉભું કરી શકાય, પણ તે બહાને દેવદ્રવ્યની સ્થાપિત આવકને ધક્કો પહોંચાડી શકાય નહિ.
(૨) તિથિ આરાધનામાં ઉદયતિથિને મેળવવી જોઈએ નહિ. આ અને એવા જ બીજા અનેક જીવને પગી ખૂલાસાઓ આપણને આ ગ્રંથમાંથી સટ મળી રહે છે. જેવા કે
(ક) સામાયિકમાં ઈરિયાવહી કરવી જોઈએ; (ખ) કરેમિ ભંતે ત્રણ નહિ એક જ ઉચ્ચરવી જોઈએ (ગ) પર્વ સિવાય અપવે પણ પૌષધ કરવાનો નિષેધ નથી; (ધ) પૌષધમાં શ્રાવક પિતાને માટે કરેલા આહારને પણ ઉપયોગ કરી શકે છે; (૯) સ્ત્રીથી પણ શુદ્ધિપૂર્વક ભગવાનની પૂજા કરી શકાય, (ચ) શ્રી દીક્ષા પણ લઈ શકે છે અને મોક્ષમાં પણ જઈ શકે છે; (છ) સ્ત્રીને તુધર્મ આવે છે અને તે તેણીએ પાળ જોઈએ; (જ) પ્રતિક્રમણમાં ચોથી સ્તુતિ (દેવ-દેવીની) બલવી જોઇએ, (૪) ૫ખ્ખી ચૌદશની અને સંવત્સરી ચોથની જ થાય; ઈત્યાદિ.
મૂલ ગ્રંથનું પ્રકાશન- આ મૂલ ગ્રંથનું પ્રકાશન સુરતના શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્દાર ફંડ તરફથી બે વિભાગમાં કરવામાં આવેલું છે. તેમાંને પહેલે વિભાગ વિ. સં. ૧૭૧માં પ્રસિદ્ધ થયે છે અને બીજો વિભાગ વિ. સં. ૧૭૪ માં બહાર પડે છે. તેનું સંશોધન તે સમયના પૂ. પંન્યાસ શ્રી આનંદજીસાગરજી મ. કે જેઓ પછીથી પૂજય આચાર્ય શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજ થયા હતા, તેઓએ કરેલું છે. મજકુર સમ્પાદનમાં તેઓના તરફથી પ્રસ્તાવના તથા વિષયાનુક્રમ વિગેરે પણ આપવામાં આવેલું છે.
- ગુર્જર કવિ તરીકે ગ્રંથકારશ્રીની અન્ય કૃતિઓ – અઢારમી શતાબ્દિના ગુર્જર કવિ તરીકેની પ્રસિદ્ધિ પણ આપણા ગ્રંથકાર મહાત્માની ઉચ્ચ કક્ષાની હતી. “જૈન ગુર્જર કવિઓ - ભા, ૨” માં “નયવિચાર” એટલે “સાત નયને રાસ, જેનું ગ્રંથપ્રમાણ ૨૪૦ છે, તે તેમણે વિ. સં. ૧૭૨૮ આસપાસ બનાવ્યાનું લખે છે. “સુમતિ કુમતિ (જીનપ્રતિમા ) સ્તવન, પણ એજ અરસામાં તેમણે રચેલું છે. તેમની “ભગવતી રાસ યાને સઝાય સંગ્રહપોથી વિ. સં. ૧૭૪૩માં લખાયેલી છે. તેઓશ્રીની ગ્રેવીસી અને