________________
10] તરીકેની ઉપર આલેખેલી જવાબદારી અદા કરવામાં તેઓ કેટલા સફલ થયા છે, તેને ન્યાય તે વાચકે કરશે. અત્ર એટલું કહેવું પર્યાપ્ત છે કે તેમને આ પરિશ્રમ જરૂરી હતું અને તે સાહિત્યની દુનિયામાં અતિ આવકારદાયક છે. પાઠકને તે નિઃશંક ઉપકાર કરનાર છે આ પ્રાણવાન પરિશ્રમ તેઓ બીજા ભાગના ભાષાન્તર માટે પણ કરે, એવું જરૂર ઈચ્છીએ.
સોનું અને સુગંધ- આપણે પૂર્વે જેઈ ગયા કે- આ શ્રી ધર્મસંગ્રહ સટીકનું નિર્માણ સુશ્રાવક શાન્તિદાસની પ્રેરણાથી ગ્રંથકારશ્રીએ કર્યું હતું. એ જ સુશ્રાવક શાન્તિદાસના વંશજ સ્વર્ગત સુશ્રાવક મયાભાઈની પ્રેરણાથી એજ ગ્રંથના આ ભાષાન્તરનું નિર્માણ થયું છે. શ્રદ્ધાળુ, અભ્યાસી, ક્રિયારૂચિ, લબ્ધાર્થ, ગૃહિતાર્થ, શાસનની ધગશવાળા, વિરલ શ્રાવકો પૈકીના તેઓ એક હતા. તેમણે પોતાના જીવતાં આ ભાષાન્તરની પ્રેસકોપી સંપૂર્ણ જોઈ-વાંગી લીધી હતી અને પ્રેસમાં ચાલુ કરવાની તૈયારીમાં જ તેઓ વિ. સં. ૨૦૦૬માં પરલોકવાસી થયા. તેમના જ સુપુત્ર સુશ્રાવક નરેમદાસ વિગેરે, પિતાના પિતાશ્રીની ઈચ્છાનુસાર પિતાની સંપૂર્ણ આર્થિક સહાયથી પ્રથમવૃત્તિનું પ્રકાશન કરે છે. સેનામાં સુગંધ મળવા રૂપ આથી વધારે સુંદર યુગ બીજો કયે હોય? કે જેઓ મૂલ ગ્રંથની રચનામાં પ્રેરણામૂર્તિ હતા, તેમના જ કુલદીપક આ ભાષાન્તરની રચનામાં પ્રેરણામૂતિ થયા અને વળી ઉત્તરોત્તર તેમના જ કુલદીપક આ ભાષાન્તરનું મુદ્રણ કરાવી પ્રકાશમાં લાવે છે.
અંતિમે દગાર– આ અમૂલ્ય ગ્રંથનું “ઉદ્દબોધનલખવાની મારી તૈયારી ન હતી, પરંતુ ભાષાન્તરકાર મુનિશ્રીની સહૃદય વિનંતીને મારાથી નકારી શકાઈ નહિ અને હારે તગ્ય તૈયારી કરવી પડી. આ ભાષાન્તર સાથે હારો જે અલ્પ સંબંધ છે, તે અનુભવથી
હું કહી શકું છું કે- કઈ પણ મૂલ કૃતિનું પ્રામાણિક ભાષાન્તર કરવા માટે જેટલી કાળજી રખાવી જોઈએ, તેટલી આમાં ખચિત રાખવામાં આવી છે, તથાપિ છદ્મસ્થતાના ગે સુલભ ભૂલ થયેલી ક્યાંય પણ જે દેખાય તે સુજ્ઞ પુરુષે સુધારી લેશે અને પરિશ્રમને પૂરે ન્યાય આપશે, એવી આશા રાખવી અસ્થાને નથી જ. એ ભૂલાવું ન જોઈએ કે- આ ગ્રંથના થોડા ભાગનું ભાષાન્તર વિ. સં. ૧૯૬૧માં જૈનવિદ્યા પ્રસારક વગ– પાલીતાણા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. જો કે તેને આમાં કશો ઉપયોગ કરવામાં આવ્યું નથી.
અમારી શુભેચ્છા- ધર્મમાં કે વ્યવહારમાં મનુષ્ય જે અનેક પ્રકારના વિચાર, વચન કે પ્રવૃત્તિ સેવતા માલુમ પડે છે, તે કેવલ તેઓની અજ્ઞાનતા આદિને આભારી છે. તેઓ સહ સમ્મસાન પામે, એ માટે જ મહાપુરૂષે ઉત્તમ પ્રકારનાં સાહિત્યનું સર્જન કરે છે, તે પ્રતિમા એક આ ગ્રંથને વાચકે આદર કરે, આદર કરીને માનવતાના મંદિરમાં અધ્યાત્મભાવનાના દીવા સળગાવે, તેના પ્રકાશમાં પોતાનું જીવન આદર્શ જેનપણાના રંગમાં રંગીને સ્વ-પરના અત્યુદય તેમ જ નિઃશ્રેયસની સાધનામાં કદમ કદમ આગલ બઢે અને આગે