________________
આ મન કેવા વલણ વિકલ્પ અને ધ્યાનમાં ચડે તે કુસંસ્કારની વૃદ્ધિ અને વારસાની તૈયારી થાય, દુઃખ જ દુઃખ લાગે, પાપકર્મને બંધ ને પુણ્યનાશ થાય, ભારે ધર્મકષ્ટ વેઠવા છતાં મોક્ષમાર્ગમાં સ્થાન નહિ, ધર્મક્રિયામાં છતાં ધર્મ નહિ, બીજાઓ સાથેના વ્યવહારમાં મુશ્કેલીને અનુભવ થાય, અને વાતે વાતે પ્રતિકૂળતાને અનુભવ થયા કરે; વાતે વાતે મનને ઓછું આવ્યા કરે, એથી ઉલટું મન કેવા વલણ–વિકધ્યાનમાં ચડવાથી કુસંસ્કારનાશ–સુસંસ્કારઘડતર થાય, પાપનાશપુણ્યવૃદ્ધિ નીપજે. મોક્ષમાર્ગમાં સ્થાન મળે, આંતર ધર્મપરિણતિ નક્કી થાય, બીજાઓ સાથેના વ્યવહારમાં સૌ સારાને અનુભવ અને પ્રતિકૂળતામાં પણ અનુકૂળતાને અનુભવ થાય, વાતે વાતે ફુર્તિ તૃપ્તિ રહ્યા કરે..આ જાણવાની બહુ જરૂર છે. આ માણસ જે આને ઝીણવટથી જાણકાર બની જાય અને એ પ્રમાણે મનને સારા વલણ-વિકલ્પ ધ્યાનમાં જ રાખે તો કર્મયોગે મળેલા. નરકાગાર જેવા પણ સંયોગોમાં સ્વર્ગીય આનંદ-મરતી અનુભવી શકે, નહિતર સારા સંયોગે છતાં રોદણું–શક–સંતાપમાં સળગવાનું થાય. આ જાણકારી માટે ધ્યાનશતક શાસ્ત્ર એક અતિ ઉત્તમ સાધન છે. એ પૂર્વધર, મહર્ષિ વિશેષાવશ્યક ભાષ્યાદિ–રચયિતા આચાર્ય ભગવંત શ્રી જિનભદ્રગણું ક્ષમાશ્રમણ મહારાજની કૃતિ છે.
૧૦૫ ગાથાના “ધ્યાનશતક” શાસ્ત્રમાં મનની અવસ્થાઓ, ધ્યાનનું સ્વરૂપ અને પ્રકારે, શુભઅશુભ ધ્યાનનાં લક્ષણ, લિંગ, લેશ્યા, ફળ અશુભ દયાનની ભયંકરતા, શુભ ધ્યાનની ભૂમિકા સર્જાવાની ઉપાયભૂત સાધનાઓ, શુભ ધ્યાનને યોગ્ય દેશ-કાળ-મુદ્રા, ધ્યાન લાગવાને અનુકૂળ આલંબનો શુભ ધ્યાનના વિષયો (ચેયને વિરતાર અને અધિકારી, શુભ ધ્યાન અટકતાં જરૂરી ચિંતન (અનુપ્રેક્ષા)...ઈત્યાદિ ઈત્યાદિ ભરચક વિષય ભરેલા છે.
આ પ્રાકૃત શાસ્ત્રના સંક્ષિપ્ત નિર્દેશને સંસ્કૃત ટીકામાં સમર્થ શાસ્ત્રકાર