________________
આચાર્યપુરંદર શ્રી હરિભસૂરીશ્વરજી મહારાજે સારા સ્પષ્ટ કર્યા છે, કહેવાય કે ગ્રંથરૂપી ફિલ્મનું એમણે ટીકારૂપી એન્લાર્જમેન્ટ કર્યું છે. એ વિના તો મૂળના શબ્દ-સંક્ષેપમાંથી અર્થવિસ્તાર સમજો કઠિન હતો. આ ટીકાનો સહારો લઈ ગુજરાતી ભાષામાં અનભિજ્ઞ જીવોને સમજાય એ રીતે આ વિવેચન આલેખવામાં આવ્યું છે. એમાં ઉપર્યુક્ત વિષયોને સમજાવતાં જીવન-ઉપયોગી અનેક પદાર્થનું નિરૂપણ કરાયું છે, જેવું કે
આર્તધ્યાનના વિવેચનમાં, જીવના ઉપયોગમાં આવતી ૮ પુદગલ– વર્ગણા, આર્તધ્યાનના દાખલા, ભૂત-ભવિષ્યનું પણ આર્તધ્યાન, દિનભરના આર્તધ્યાનના પ્રસંગે, સુખ એ સુખાભાસ, વેદના વખતે આર્તધ્યાન રોકવાના ઉપાય, જીવન જીવતાં જ સાવધાની, ઔષધ કરતાં રાખવા યોગ્ય શુભ ઉદ્દેશે, તપ–સંયમથી સાંસારિક દુઃખને નાશ કેવી રીતે ? મેક્ષની ઈચ્છાથી ચિત્તવિશુદ્ધિ કેમ? આર્તધ્યાનનાં બાહ્ય લક્ષણોનું વિસ્તૃત સ્વરૂપ, એથી વર્તમાન જીવન કેટલું પામર કંગાળ છે એનું ચિત્રામણએકંદરે આ બધું જાણીને ખ્યાલ આવે છે કે જીવન કયાં ક્યાં કેવા કેવા જ્ઞાત-અજ્ઞાત ભરચક આર્તધ્યાન પર ચાલે છે, એના કેવાં કટુ ફળ છે, અને એને કેવી રીતે અટકાવાય.
ૌદ્રધ્યાનના વિવેચનમાં, જાણે અજાણે ભયંકર હિંસા-જૂઠ– ચોરીધનસંરક્ષણના કેવા કેવા વિચાર આવે છે એના જીવનપ્રસંગો, એમાં સમ્યકત્વ કેમ ઊડે ? રાગ-દ્વેષ-મોહને દુર્ગાનમાં મુખ્ય ફાળો, રૌદ્રધ્યાનનાં બાહ્યલક્ષણના દાખલા, વગેરે જાણીને પોતાની અજાણ્યે થતી દુર્દશા પર જીવ ચોંકી ઊઠે છે, એ રોકવા સજાગ બને છે. | ધર્મધ્યાનના વિવેચનમાં એની ભૂમિકા બનાવનાર જ્ઞાન-દર્શનચારિત્ર-વૈરાગ્યભાવનાના દરેકના પ્રવૃત્તિમય પ્રકારે, જ્ઞાનને નિત્ય અભ્યાસ, મનોધારણ, ભવનિર્વેદ, જીવ–અજીવના કેવા કેવા ગુણ–પર્યાયના જ્ઞાનની કેવી કેવી ઉપયોગિતા, અનુકૂળ-પ્રતિકૂળમાં કઈ રીતે શુભધ્યાન ન ઘવાય ? જ્ઞાનગુણે વિશ્વના સારનું ચિંતન કેવું ઉપયોગી ? જિનવચને શંકા-કાંક્ષાદિ