________________
જે સમજીએ, તે મનને અશુમથી રેકી શુભ ધ્યાનમાં પ્રવર્તાવી એના અનુપમ લાભ લેતા રહેવાય.
“ધ્યાનશતક શાસ્ત્ર શુભ-અશુભ ધ્યાન પર અદ્ભુત પ્રકાશ પાથરે છે. અશુભધ્યાન તરીકે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું સ્વરૂપ શું, એના પ્રકાર કેટલા, એ શા શા કારણે અને એ ક્યાં ક્યાં જાગી પડે છે, એના બાહ્ય લક્ષણે કયા કે જેના પરથી પરખાય કે અંદરમાં એ આર્ત-રૌદ્ર પ્રવર્તે છે. એમાં લેશ્યા કયી હોય, કઈ કઈ કક્ષાના જી એ કરતા હોય, એનું ફળ શું, આને સુંદર સચોટ ખ્યાલ આ શાસ્ત્રમાંથી મળતાં, આપણને ખ્યાલ આવે છે કે આપણે ક્યાં ઊભા છીએ, ને જીવનનો મોટો ભાગ કે અશુભ ધ્યાનમાં બરબાદ થઈ રહ્યો છે, અને આ દુર્દશાને કેમ અટકાવી શકાય.
એવી જ રીતે ધ્યાનશતક શાસ્ત્ર શુભ ધ્યાન તરીકે ધર્મધ્યાન અને શુફલધ્યાન પર સુંદર વિસ્તૃત પ્રકાશ પાથરે છે. એ બતાવે છે કે આ શુભ ધ્યાન લાવવાની ભૂમિકામાં શું શું કરવું જોઈએ, આ ધ્યાનના પ્રકારો કેવા, એ દરેક પ્રકારમાં શું શું ચિંતવવાનું, શાના આધારે આ ધ્યાનમાં ચડી શકાય. આના કેણ અધિકારી, એગ્ય દેશ-કાળઆસન ક્યાં, ક્રમ શે, કઈ સાધનાઓથી આ ધ્યાન આવી શકે, ધ્યાન આવ્યાના બાહ્ય લક્ષણ કેવાં હોય, ધ્યાન તૂટે ત્યારે શું કરવાનું ? આવા ભરપૂર વિષય પર સુંદર બોધ આ શાસ્ત્ર આપે છે.
બીજી રીતે આ ગ્રન્થની વિશેષતા જોઈએ તો –
જીવનમાં મન ઘણું કામ કરે છે. અનાદિ સંસ્કારમાં વૃદ્ધિ કે હાસ અને ભવાંતો માટે સારા સુરક્ષા સંસ્કારનો વારસે મન તૈયાર કરે છે. સુખ દુઃખ મોટે ભાગે મનની કપમા પર જીવે છે. શુભઅશુભ કર્મબંધ કે કર્મક્ષય મનના આધારે થાય છે. મોક્ષમાર્ગનો પ્રારંભ મનની સ્વચ્છ દષ્ટિથી શરુ થાય છે. ઘર્મનો આધાર મનના ઉપયોગ (જાગૃતિ) પર છે. બીજાઓ સાથેના વ્યવહારમાં આપણું મન જે ભારે, તો મુશ્કેલી લાગે, ને મન જે ફોરું તો ભલું ભલું લાગે છે. મન અનુકૂળને પ્રતિકૂળ લગાડે ને પ્રતિકૂળને અનુકૂળ લગાડે છે...આમ મનનું કાર્યક્ષેત્ર મોટું છે.