________________
ધ્યાનશતક પ્રસ્તાવના જીવનમાં બે અવસ્થા ચાલે છે. બેભાન અવસ્થા અને સભાન અવસ્થા. નિદ્રા મૂછ એ બેભાન અવસ્થા છે, એમાં મન-ઈદ્રિયો-શરીર–વાણુ–ગાત્રે નિષ્ક્રિય નિષ્ટ પડેલા હોય છે. એ કામ કરતા હોય એ સભાન અવસ્થા છે. એ પાચેને ચલાવનાર આત્મા છે. આત્મા ધારે તે પ્રમાણે શરીરમે, શરીરના ગાત્રોને ઈંદ્ધિને વાણીને અને મનને પ્રવૃત્તિ કરાવે છે, એની પ્રવૃત્તિનો ઝોક બદલે છે. અને પ્રવૃત્તિને અટકાવી પણ દે છે. આ કરવાનો હેતુ દુઃખ–નિવારણ અને સુખશાંતિ છે. દુઃખ ન આવો, આવ્યું હોય તો જાઓ તેમજ સુખશાંતિ મળે, મળેલી ટકી રહે, આ ઉદેશથી મનવચન-કાયા અને ઈંદિને પ્રવર્તા–નિવર્તાવે છે. આમ ચારેયના પ્રવર્તક નિવર્તક તરીકે એક સ્વતંત્ર આત્મા સાબિત થાય છે; ચારે ય પર વર્ચસ્વ ધરાવનાર કેઈ એક વ્યક્તિ હોય જ, અને તે આત્મા છે. " વિચાર-વાણી-વર્તાવ કરનાર આત્મા છે, એને એ માટે સાધનભૂત મન-વચન-કાયા-ઈપ્રિય છે. આ સાધનો અને એની પ્રવૃત્તિમાં મુખ્યતા મનની અને વિચારની છે. “મન લઈ જા મેક્ષમાં રે, મનહી ય નરક મેઝાર.” વચન-કાયા-ઈકિયેની ઘણી પ્રવૃત્તિ મનથી કરાતા વિચારના આધારે ચાલે છે. મનના વિચારના આધારે શાંતિ યા અશાંતિ સર્જાય છે તેમજ શુભ-અશુભ કર્મ બંધ અને શુભ-અશુભ કર્મનો ક્ષય થાય છે. એમાં પણ કેઈ વિષય પર મનની એકાગ્ર વિચાર યાને ધ્યાનની મોટી અસર પડે છે.
ધ્યાન” એટલે કેઈ વિષય પર એકાગ્ર મન.
ધ્યાન માટે મને તો એક સાધન છે. બાકી ધ્યાન કરનાર આત્મા છે. તેથી મનને કેવું પ્રવર્તાવવું એ આત્માની મુનસફીની વાત છે, શુભ અથવા અશુભ ધ્યાન આત્મા ધારે તેવું કરી શકે છે. એટલે શુભ શુભ ધ્યાન દ્વારા સુખ-દુઃખ, શાંતિ અશાંતિ અને કર્મબંધ કર્મક્ષય કરેનોર આપણે પોતે જ છીએ. આપણું આ સ્વાતન્ત્રય