________________
ધ્યાનશતક
મેં ક્ષની ઈચ્છાથી ચિત્તશુદ્ધિ-માર્ગ પ્રવૃત્તિ
પરંતુ વ્યવહારનયથી વસ્તુ જુદી છે. તે એવા આત્માઓ માટે કે જેમને હજી એવી ભાવના યાને સતત અભ્યાસથી થતી અહિંસા-ક્ષમાદિ અને સમિતિ-ગુપ્તિની આત્મસાતતા કે ભાવિતતા નથી આવી; એ મોક્ષની કાંક્ષા રાખે એમાં એમને નિદાનને દેષ નથી; કેમકે એમને એ જ રીતે (૧) ચિત્ત શુદ્ધ થતું આવે છે, તેમ જ (૨) મોક્ષેપગી ક્રિયામાં જોરદાર પ્રવૃત્તિ થતી રહે છે. કર્મક્ષય–મેક્ષની જ ઉત્કટ ઈચ્છા રહે એટલે જ બીજી સાંસારિક ભૌતિક ઈચ્છાઓ કે જે ચિત્તને બગાડનારી છે એ ઈચ્છાએ મરતી આવે, અને એથી ચિત્ત શુદ્ધ થતું આવે એ સહજ છે. ત્યારે મેક્ષેછાથી મોક્ષો પગી કિયામાં જોરદાર પ્રવૃત્તિ રહ્યા કરવાથી મન એમાં તન્મય બનતું આવે એટલે અહિંસા, ક્ષમાદિથી ભાવિત થતું જાય. આમ પરિણામે ઉત્કૃષ્ટ ચિત્તશુદ્ધિ અને પૂર્ણ અહિંસાદિ–ભાવિતતા ઊભી થતાં પૂર્વે કહ્યું તેમ સર્વથા નિઃસ્પૃહભાવ પ્રગટે છે, જેમાં મોક્ષની પણ પૃહા નહિ.
પ્ર–છતાં મેક્ષની ઈચ્છા કેમ જરૂરી?
ઉ૦–અહીં સમજવાનું છે કે પ્રારંભિક જીવને હજી બિલકુલ નિઃસ્પૃહભાવની દશા તે આવી નથી એટલે ઇચ્છાઓ. તે રહેવાની. એમાં જે મેક્ષની યાને સર્વસંગરહિતતાની ઈચ્છા નહિ હોય તે ભૌતિક સુખના સંગની રહેવાની.
થી કયારેય એ ઊંચે જ નહિ આવે. એ તો મેક્ષની