________________
૪૮-૧ ઈચ્છા રાખે તે જ એના મનને એમ થાય કે મોક્ષ મારે એટલા માટે જોઈએ છે કે સંસારમાં જે જન્મ-મરણ આદિની વારંવારની પીડાની અને જીવની એમાં કર્મ તરફથી નાલેશીની દુર્દશા છે એ મેક્ષમાં નથી. પરંતુ આ સંસાર દુન્યવી જડ-ચેતનના સંગ હશે ત્યાં સુધી નહિ છૂટે અને મેક્ષા નહિ મળે. માટે મારે આ સમસ્ત સંયોગો-સંગો ન જોઈએ. આમ, મેક્ષની ઈચ્છાની પાછળ સર્વસંગરહિતતાની ઈચ્છા ઊભી થાય છે. એમાં બધા જ ભૌતિક સુખના સંગથી બચવાની ઈચ્છા બની આવે છે. એ જેટલી બળવાન એટલું અહિંસા, સત્ય...અપરિગ્રહ વગેરેનું પાલન જોરદાર બને છે, એટલી સમિતિ-ગુપ્તિ-સ્વાધ્યાય–સામાચારી વગેરે સંવર-નિર્જરા માર્ગોની આરાધના બળવાન અને વેગવાન બને છે; જે ઉત્કૃષ્ટ થતાં આત્મામાં સહજ જેવી થઈ જવાથી પછી મનને એમ નથી થતું કે આ સાધના હું કરું તો મને મોક્ષ મળે. એ તો સહજ ભાવે જ થઈ જાય છે. તેથી ત્યાં મોક્ષની પણ ઈચ્છા નહિ.
બીજું એ પણ છે કે “ન પ્રયોગનં વિના મોડપિ પ્રવર્તતે” એ ન્યાયે અજ્ઞાન માણસ પણ પ્રયજન વિના કોઈ ઉદ્દેશની ઈચ્છા વિના પ્રવર્તત નથી, તો સજ્ઞાન અભ્યાસી આરાધક મેક્ષનાં પ્રયોજનથી મેક્ષની ઇચ્છાથી જ પ્રવર્તી એ સહજ છે. એ પણ હકીકત છે કે પ્રવૃત્તિમાં ચિકીર્ષા યાને કરવાની ઈચ્છા કારણ છે. તો મોક્ષાર્થ પ્રવૃત્તિમાં મોક્ષની ઈચ્છા જરૂરી છે.
વળી મેક્ષની ઈચ્છા એટલે અસંગ–નિઃસંગતાની ઈચ્છા હોવાથી ચિત્તમાંથી સંગને દૂર કરતો રહે છે, ને એથી ચિત્ત નિર્મળ થતું આવે છે. ભૌતિક સુખના સંગને લીધે જ ચિત્ત રાગાદિથી મલિન રહે છે. નિઃસંગતાની બળવાન ઈચ્છા પર સહેજે એ રાગાદિ મળ દૂર થતા આવે. સારાંશ, મોક્ષની તીવ્ર ઈચ્છાથી જ ચિત્તશુદ્ધિ અને માર્ગપ્રવૃત્તિ પ્રબળ થતી આવે છે. એટલે એવી ઈચ્છા એ કઈ પાપનિયાણું નથી.
આ ગાથા ૧૧મી અને ૧રમીમાં મુનિને રોગમાં આર્તધ્યાન કેમ ન