SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ આર્તધ્યાન રહે છે. વળી, રાગરક્ત બની ઈષ્ટ સમૃદ્ધિનું નિયાણું કર્યું એ તે સ્પષ્ટ ચોથા પ્રકારનું આર્તધ્યાન છે જ. માટે કહ્યું કે તપસંયમ નિયાણારહિત હોય તે જ ધર્મધ્યાનરૂપ છે. પ્ર–ઠીક છે, પરંતુ “તપસંયમથી મારે સર્વ કર્મને ક્ષય થઈ મેક્ષ થાઓ એ આશંસા પણ એક જાતનું નિયાણું જ છે ને? તે એ હોય ત્યાં પણ નિયાણરહિત ક્યાં આવ્યું? ઉ૦–વાત સાચી છે. નિશ્ચયનયથી આ પણ નિયાણું જ છે, માટે પરમાર્થથી આવી આશંસા રાખવાને પણ નિષેધ છે. એટલા જ માટે આ શાસ્ત્રવચન મળે છે કે– माक्षे भवे च सर्वत्र निस्पृहो मुनिसत्तमः । प्रकृत्याभ्यासयोगेन यत उक्तो जिनागमे ॥ અર્થાત, કારણ કે જિનાગમમાં કહ્યું છે કે સ્વસ્વભાવના અભ્યાસના લીધે ઉત્તમ મુનિ માક્ષ અને સંસાર બંને તરફ નિઃસ્પૃહાવાળો બને છે. મુનિ “અહિંસાદિ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ અને ક્ષમાદિ યતિધર્મ એ તે મારો આત્મસ્વભાવ” એમ સચોટપણે લક્ષમાં રાખીને એનું સહજ વૃત્તિરૂપે સતત અને એકતાન સેવન કર્યું જાય છે. ત્યારે દષ્ટિ એના પર જ હેઈ, અને ભાવના યાને સતતાભ્યાસથી આત્મા એનાથી ભાવિત થઈ ગયેલું હોવાથી આત્મામાં એની જ રમણતા રહેતી હોય છે. તેથી એ સ્થિતિમાં એ મહામુનિને કઈ જ સ્પૃહા રહેતી નથી. યાવત્ સંસાર પર પણ નહિ અને મોક્ષ ઉપર પણ નહિ. આ તે નિશ્ચયનયથી વાત થઈ.
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy