SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ધ્યાનાતક જિનેશ્વરદેવને કેવળજ્ઞાન થયા પછી પણ એ શ્રત દ્વારા જ શ્રુતજ્ઞાનનું અને બીજા ચાર જ્ઞાનનું પ્રકાશન કરે છે. એ પણ જિનવચનની કેવી સુનિપુણતા ! આ રીતે સુનિપુણતાનું ધ્યાન કરે. (૨) “અનાદિનિધના–અર્થાત “અહે જિનવચન કેવું આદિ અને નિધન અર્થાત્ ઉત્પત્તિ અને નાશ વિનાનું સદા સ્થાયી! કેવું અનાદિકાળથી ચાલ્યું આવતું, ને અનંતકાળ રહેવાનું! પ્ર-જિનવચન એટલે તે દ્વાદશાંગી આગમ. એ તે દરેક જિનેશ્વર ભગવાનના શાસનમાં નવેસરથી રચવામાં આવે છે, અને શાસનને વિચ્છેદ થતાં એને પણ નાશ થાય છે. તે પછી અનાદિનિધન શી રીતે ? ઉ૦-દ્રવ્યાદિની અપેક્ષાએ અનાદિનિધન છે. કહ્યું છે, દ્રવ્યાથદેશથી આ દ્વાદશાંગી કદી નહતી એમ નહિ, અગર ભવિષ્યમાં નહિ હોય એવું નથી.” ' “ દ્રવ્યાથદેશ” એટલે શું? દ્વાદશાંગી આગમ જે પદાર્થનું નિરૂપણ કરે છે એમાં મુખ્ય બે ચીજ છે –ધમસ્તિકાયાદિ દ્રવ્યું અને એના સ્વ-પર પર્યા. એટલે “પદાર્થ યાને અર્થ બે પ્રકારે, દ્રવ્યર્થ અને પર્યાયાર્થ. આમાં દ્રવ્યર્થની દૃષ્ટિએ અર્થાત્ દ્રવ્યાથદેશથી જોઈએ તે દરેક જિનેન્દ્ર ભગવાનની દ્વાદશાંગી ભલે શબ્દરચનાથી જુદી જુદી, કિન્તુ બધી ય દ્વાદશાંગી એના એ જ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનું નિરૂપણ કરે છે, કેમકે એ મૂળ દ્રવ્ય કદી અન્યરૂપ થતાં નથી, કે સર્વથા નાશ પામતાં નથી. પર્યાયે ફરે, દ્રવ્ય ન ફરે, દ્રવ્ય તે એના એ જ રહે. માટે આ વર્તમાન દ્વાદશાંગી પણ એનાં એ જ દ્રવ્ય કે જે
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy