SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મધ્યાન ૧૪૭. ભૂત-ભવિષ્યની દ્વાદશાંગીઓને વિષય છે, એનું જ પ્રતિપાદન કરતી હોવાથી દ્રવ્યાર્થીની દષ્ટિએ એ ભૂત–ભાવી દ્વાદશાંગી સ્વરૂપ જ છે. માટે એને અનાદિ-અનંત-કહેવાય. ત્યારે અનાદિઅનંત એ જ દ્રવ્યને કહેનાર દ્વાદશાંગીમય જિનવચન કેવું શાશ્વત, ટંકશાળી અને ત્રિકાળાબાધ્ય! જિનવચનની જ આ વિશેષતા છે, જગતમાં બીજા કેઈ વચનની નહિ ! વાહ ધન્ય જિનાજ્ઞા ! આમ જિનાજ્ઞાની અનાદિ-અનંતતા ચિંતવે. (૩) “ભૂતહિતા”, –વળી ચિંતવે કે, જિનાજ્ઞા જિનવચન કેવું ભૂતને હિતરૂપ ! ભૂત એટલે પ્રાણીઓ, એને હિત–પથ્થરૂપ તે બે રીતે, (i) જેને પીડા ન થવા રૂપે, અને (i) એનું કલ્યાણ થવા રૂપે. એમાં (i) જગતના એકેન્દ્રિય સુધીના છ અંગેની જિનાજ્ઞા છે કે “સર્વે જીવા ન હન્તવ્યાઃ” અર્થાત્ કોઈ પણ જીવની હિંસા ન કરવી. એવી જિનાજ્ઞાનું પાલન કરનારાઓએ સમસ્ત જીવોને અભયદાન દે છે, એમને લેશ પણ પીડા પહેંચાડતા નથી. તે જિનાજ્ઞા કેવી સુંદર જીવહિતકર ! વળી (i) જિનાજ્ઞાએ ફરમાવેલ રત્નત્રયીના માર્ગે ચાલનાર ઘણુ છે સંસારવિટંબણાથી છૂટી સિદ્ધ-મુક્ત બની ગયા. આ દૃષ્ટિએ પણ જીવને જિનાજ્ઞા કેવી સુંદર કલ્યાણકર હિતકર !” એમ જિનાજ્ઞાની ભૂતહિતતા ચિંતવે. (૪) ભૂતભાવના - વળી ચિંતવે કે, “અહો જિનાજ્ઞા કેવી સુંદર ભૂતની ભાવના કરી આપનારી છે!” આના બે અર્થ,-(i) ભૂત” એટલે સદ્ભૂત, સત્ય. “ભાવન” એટલે વિચારણા. જિનવચન દરેક પદાર્થને અનેકાન્તદષ્ટિથી વિચારનારું હોવાથી
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy