SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ ધર્મધ્યાન એનું ધ્યાન કરવાનું છે. અહીં એ માટે બે ગાથામાં કુલ જિનાજ્ઞાના ૧૩ વિશેષણ બતાવ્યા છે. અલબત એમાં પ્રાકૃત ભાષાને લીધે અથવા શબ્દમહિમાથી એકના અનેક અર્થ થાય છે તેથી તેર કરતાં પણ વધુ વિશેષણે બને છે. એ પૈકી દરેક વિશેષણથી જિનાજ્ઞાનું ધ્યાન કરવાનું છે. તે આ રીતે – (૧) “સુનિપુણ અર્થાત જિનાજ્ઞાની સુનિપુણતા ચિતવે, અહો! કેવું સુનિપુણ જિનવચન! જિનવચને જ સૂક્ષ્મ દ્રવ્ય અને સૂક્ષ્મ પર્યા સુધીનું પ્રતિપાદન કર્યું છે. ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય, તથા પુદ્ગલદ્રવ્યમાં વર્ગણાઓ, વળી છવદ્રવ્યમાં નિગદ યાને જમીનકંદ-લીલ-કુગ આદિના એકેક કણમાં અસંખ્ય શરીર, ને એ એકેકા શરીરમાં અનંતાનંત છે, વળી એ જીવના દરેકના ઉપર ચૅટેલ કર્મના અનંતા સ્કન્ધ, ને એ એકેકા સ્કન્દમાં અનંતાનંત પરમાણુ, વગેરે જીવાજીવ સૂક્ષ્મ દ્રવ્યની ઓળખાણ સર્વજ્ઞ શ્રી જિનેન્દ્રદેવના વચન સિવાય બીજું કેણ બતાવી શકે? એમ એ એકેકા અણુ પર પણ થતા અનંતા સ્વ–પર પર્યાય, એકેકા કર્મકલ્પ પર બંધ-ઉદય-ઉદીરણા-સંક્રમણ-ઉદ્વર્તના વગેરેની થતી પ્રક્રિયા, એમાં સંખ્યાલગુણઅસંખ્યાતગુણઅનંતગુણ હાનિ-વૃદ્ધિએ થતી ષગુણ હાનિવૃદ્ધિ, ઈત્યાદિ પર્યાયસૂક્ષ્મતા જિનવચનથી જ જાણવા મળે છે. ત્યારે જિનવચનની આ કેવી સુનિપુણતા ! કેવી ઉત્કૃષ્ટ કુશળતા! એમ, મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન વગેરે પાંચ જ્ઞાનના ભેદ અને એના અવાંતર પ્રકાર માત્ર જિનવચન જ ઓળખાવે છે. એમાં વળી જિનવચનરૂપી શ્રુતની અને શ્રુત-જ્ઞાનની નિપુણતા કેવી, કે ૧ ૦
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy