________________ પ્રીતિ, શ્રવણ અને અભ્યાસ એ અપુનબંધકાદિકનું લિંગચિહ્ન - લક્ષણ છે. તે આજ્ઞાપ્રિયત્ન પણ આજ્ઞાના આરાધન વડે તેનું બહુમાન કરવાથી ઉચિત પ્રવૃત્તિઓ કરીને જાણી શકાય છે. ઉચિત પ્રવૃત્તિ વિના આજ્ઞાપ્રિયત્વ હોય તો તે મોહ જ કહેવાય છે. વળી તે આજ્ઞાપ્રિયત્ન અવશ્ય સંવેગને સાધનાર છે. જેને ભગવાનની આજ્ઞા પ્રિય હોય તેને અવશ્ય સંવેગ પ્રાપ્ત થાય છે. આથી જ આ ભગવાનની આજ્ઞા અપુનબંધકાદિક વિના બીજા ભવાભિનંદી જીવોને આપવા લાયક નથી - ઉપદેશ કરવા લાયક નથી. જેનામાં અપુનબંધકાદિકનાં ચિહ્ન વિપરીતપણે હોય - તેનાથી | વિપરીત લક્ષણો હોય તે ભાવાભિનંદી જીવ છે એમ જાણી શકાય છે. કહ્યું છે કે - “ક્ષુદ્ર, લોભી, દીન, મત્સરવાળો, ભયવાન, શઠ, અજ્ઞાની અને નિષ્ફળ આરંભ કરનારો જીવ ભવાભિનંદી કહેવાય છે.” આ ભવાભિનંદીને ભગવાનની આજ્ઞા શા માટે ન આપવી? તે ઉપર કહે છે કે - તેના પર અનુગ્રહને માટે, તેના હિતની ખાતર જ તે આજ્ઞા આપવી યોગ્ય નથી. જેમ કાચી માટીના ઘડામાં જળ નાંખ્યું હોય તો તે જળ તે ઘડાનો જ વિનાશ કરે છે. श्री पञ्चसूत्रम् 220