________________ તેમ અયોગ્ય માણસને આપેલું આગમનું રહસ્ય તેનો વિનાશ (અહિત) કરે છે. કહ્યું છે કે - જેની મતિ પ્રશાંતસ્થિર ન હોય તેને જે શાસ્ત્રનું રહસ્ય કહેવું તે નવા વરવાળાને ઔષધ આપવાની જેમ અહિતને માટે જ થાય છે. આ કારણથી અયોગ્યને આ આજ્ઞા ન આપવી એ તેના પરની કરુણા જ કહેવાય છે. કેમ કે આ કરુણા તેના અહિતનું નિવારણ કરવાથી એકાંત શુદ્ધ છે. અને તેથી જ સમ્યફ વિચારને લીધે અવિરાધનાનું ફળ આપનારી છે. આવી કરુણા ત્રિલોકનાથનું બહુમાન થવાથી મોક્ષને સાધનારી છે. એટલે કે આગમનું રહસ્ય નહીં જાણનારને આવી કરુણા હોતી નથી. પરંતુ આગમરહસ્ય જાણનાર જ આવી કરુણા કરી શકે છે, તેથી તેનું ભગવાનને વિષે બહુમાન હોય છે અને તેથી જ સાનુબંધ શુભ પ્રવૃત્તિને લીધે તેવી કરણા મોક્ષને સાધી શકે છે. આ પ્રમાણે પ્રવજયાફળ નામનું પાંચમું સૂત્ર સમાપ્ત થયું. .. इति पंचसूत्र समाप्तम् सूत्रम्-५ 221