________________ વિષે કહ્યું છે કે - “જો તું જિનમતને અંગીકાર કરતો હો તો તું વ્યવહાર અને નિશ્ચય એ બંને નયને તજીશ નહીં. કારણ કે વ્યવહારનયનો ઉચ્છેદ થવાથી અવશ્ય નિશ્ચય નયનો (અથવા મતાંતરે તીર્થનો) પણ ઉચ્છેદ થશે.”આથી વ્યવહારનય પણ મોક્ષનું અંગ છે. કેમ કે તે વ્યવહારનય પ્રવ્રયાદિક આપવાથી પરલોક સંબંધી પ્રવૃત્તિને શુદ્ધ કરે છે અને એ જ પ્રમાણે નિશ્ચયનયના અંગાણાએ કરીને ન્યાયથી સ્યાદ્વાદ મતની સિદ્ધિ કરે છે. આવી વ્યવહારનયની પ્રવૃત્તિથી અપૂર્વકરણાદિકની પણ પ્રાપ્તિ થાય છે અને પરિશુદ્ધ (નિશ્ચય) નય તો માત્ર આજ્ઞાની અપેક્ષાવાળો પુછાલંબનરૂપ છે. આવી વ્યવહાર અને નિશ્ચય ગર્ભિત આ સર્વ પંચસૂત્રમાં કહેલી ભગવાનની આજ્ઞા અહીં કષ, છેદ અને તાપરૂપ ત્રણ કોટિની શુદ્ધિ વડે સમંતભદ્ર એટલે સર્વથા નિર્દોષ છે તથા અપુનબંધક માર્માભિમુખ અને માર્ગપતિત વિગેરે જીવોએ જ જાણી શકાય તેવી છે. જેઓ ઉત્કૃષ્ટ કર્મસ્થિતિને ખપાવે છે અને ફરીથી તેવી ઉત્કૃષ્ટ કર્મસ્થિતિને બાંધવાના નથી તેઓ અપુનબંધક (સમકિતદષ્ટિ) કહેવાય છે. તેઓ દઢ પ્રતિજ્ઞા श्री पञ्चसूत्रम् 216