SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ બાલ્યાદિક અવસ્થા જ નિવૃત્ત નહીં થાય. નિવૃત્ત થયેલી ફરીથી પાછી આવશે. માટે ગયેલો કાળ પાછો આવે છે એમ સમજવું નહીં. વળી આ ભવ્યત્વ કેટલાક જીવોને યોગ્યતા માત્ર જ હોય છે. એટલે કે તેઓ ભવ્ય છતાં કદાપિ સિદ્ધિપદ પામવાના જ નથી. શંકા જો એમ છે તો અભવ્યમાં અને તેવા ભવ્યમાં શો તફાવત? ઉત્તર - જેમ પ્રતિમા કરી શકાય એવું ગાંઠ આદિ દોષરહિત કાષ્ઠ છતાં પણ તેવી સામગ્રી નહીં મળવાથી તેની પ્રતિમા થતી નથી. તેમ તેવા ભવ્યો (જાતિભવ્યો) સામગ્રી નહીં મળવાથી મોક્ષ સાધી શકવાના નથી. આ સર્વ હકીકત વ્યવહાર નયને આશ્રી કહે છે. આ વ્યવહારનય પણ અહીં તથા પ્રકારની યોગ્યતાની બુદ્ધિનું ઉત્તમ કારણ હોવાથી તત્ત્વાંગપરમાર્થનું (મોક્ષનું) અંગ છે. તેવા સ્વભાવનો વિશેષ ન હોય તો પ્રતિમા યોગ્ય કાષ્ઠની જેમ અયોગ્ય કાષ્ઠને વિષે પણ તેવી - અયોગ્યતાવાળી બુદ્ધિ નહીં થાય. ઇત્યાદિ સવિસ્તર અન્ય ગ્રંથથી જાણવું. અહીં તો શુદ્ધ ક્રિયાનુષ્ઠાનને આશ્રીને કહ્યું છે કે આ વ્યવહારનય પણ તત્ત્વાંગ છે. તે सूत्रम्-५ 215
SR No.022133
Book TitlePanchstura
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy