________________ ભવ્યજીવ કોઈ બાકી સંસારમાં રહેશે નહીં. ઉત્તર - તથાપ્રકારે-શ્રેણિબંધ ભવ્યજીવો સિદ્ધિમાં જાય છે. તો પણ અહીં જીવો અનંતાનંત હોવાથી ભવ્યનો વિચ્છેદ થશે નહીં. શંકા - વનસ્પત્યાદિકને વિષે અનંતકાળની કાયસ્થિતિ છે તો પણ તેનો ક્ષય થાય છે તેમ અનંતી ભવ્યરાશિનો પણ ક્ષય કેમ નહીં થાય? ઉત્તર - આ ભવ્ય જીવોનું અનંતક સમયની જેમ અનંતાનંતક છે. એટલે કે જેમ ક્ષણે ક્ષણે સમયોનો અતિક્રમ થયા છતાં પણ અનંતાનંતક હોવાથી તેનો ક્ષય થવાનો નથી, તેમ ભવ્યજીવોનો પણ ક્ષય થવાનો નથી. શંકા- “વીતી ગયેલી ઋતુઋતુઓ ફરી ફરીને આવે છે અને ક્ષય પામેલો ચંદ્ર ફરી ઉદય પામે છે, પરંતુ નદીનું જળ અને મનુષ્યનું આયુષ્ય એ ગયું છતું પાછું આવતું નથી.” આ પ્રમાણે પંડિતોએ કહ્યું છે. છતાં કેમ કહેવાય છે કે ગયો કાળ પાછો આવતો નથી ? ગયેલો કાળ તો પાછો આવે છે. ઉત્તર - એ તો માત્ર વ્યવહારથી જ કહેવાય છે કેમ કે તે જ કાળ પાછો આવતો નથી. માત્ર તે નામની ઋતુ વિગેરે આવે છે. જો કાળ પાછો આવતો હોય તો કાળનો સ્વભાવ બાલ્યાદિક અવસ્થા કરનાર હોવાથી તે 214 श्री पञ्चसूत्रम्