SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ આવતું જાય છે. અને આઠે લેપ દૂર થવાથી તે છેક પાણીની ઉપર આવી જાય છે. તેમ આઠે કર્મરહિત થયેલો જીવ લોકને છેડે પહોંચે છે. શંકા - સિદ્ધિક્ષેત્રથી પણ ઊંચે તેનું ગમન કેમ થતું નથી ? ઉત્તર - તે અલાબના દૃષ્ટાંતથી જ જેમ તે જળ ઉપર આવ્યા પછી તેની ઉપર જતું નથી તેમ સિદ્ધના જીવો લોકાંતે પહોંચ્યા પછી આગળ ધર્માસ્તિકાય ન હોવાથી તેની ગતિ થઈ શકતી નથી. શંકા- ઉપરાઉપર મૂકેલા કમળના સો પત્રને વીંધવાના દાંત વડે પણ એક સમયમાં તેની તેટલી મોટી ગતિ શી રીતે થઈ શકે? ઉત્તર - સિદ્ધના જીવ અસ્પૃશદ્ ગતિ વડે - કોઈને સ્પર્શ કર્યા વિના જ સિદ્ધિક્ષેત્ર પ્રત્યે જાય છે. અને આ કમળપત્ર વીંધવાનું દૃષ્ટાંત તો સ્પર્શવાળી ગતિની અપેક્ષાએ છે. તેથી તે દૃષ્ટાંત અહીં ઘટતું નથી. શંકા - ત્યારે આવી અસ્પૃશદ્ ગતિ શી રીતે સંભવે ? ઉત્તર - વિશેષ પ્રકારની ઉત્કૃષ્ટ ગતિ હોવાથી આવી અસ્પૃશદ્ ગતિ સંભવે છે. શંકા સિદ્ધના જીવ તો ફરીથી કોઈપણ વખત સંસારમાં આવવાના નથી અને કાળ અનાદિ છે તેથી પ્રાયે છ માસની અંદર (અર્થાત અમુક વખતે) અનેક જીવોની સિદ્ધિ થવાથી सूत्रम्-५ 213
SR No.022133
Book TitlePanchstura
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy