________________ ૩મપુણવંધાણા = અપુનર્ભધાદિક જીવો વડે જાણી શકાય તેવી છે. ભાવાર્થ: આ પ્રમાણે સિદ્ધનું સુખ અનંતું છે. એ જ કારણ માટે ઉત્સુકતારહિતપણું અને અનંતપણું હોવાથી આ સિદ્ધિનું સુખ સર્વોત્તમ છે. આવા સુખવાળા તે સિદ્ધજીવો ચૌદ રજુ પ્રમાણ લોકને અંતે રહેલા સિદ્ધિ નામના ક્ષેત્રમાં વસે છે. કેવી રીતે રહેલા છે? તે કહે છે કે જ્યાં એક સિદ્ધનો જીવ રહેલો છે ત્યાં નિશે બીજા અનંતા સિદ્ધ જીવો રહેલા છે. તે વિષે કહ્યું છે કે - “જયાં એક સિદ્ધ છે, ત્યાં ભવના ક્ષયથી મુક્ત થયેલા અનંત જીવો સુખને પામ્યા છે. અન્યોન્ય બાધા-પીડા રહિત સુખે કરીને રહેલા છે. અહીં કોઈ શંકા કરે કે - કર્મરહિત થયેલા જીવોની લોકાંત સુધી ગતિ શી રીતે હોય? ઉત્તર - કમરહિત થયેલા સિદ્ધની અહીંથી લોકાંત સુધી ગતિ તથા પ્રકારના સ્વભાવને લીધે પૂર્વપ્રયોગ થઈ શકે છે. (જેમ ધનુષથી છૂટેલું બાણ પૂર્વપ્રયોગ કરીને દૂર સુધી જાય છે) તથા અલાબુ-તુંબડાને આઠમાટીના લેપ કરી પાણીમાં મૂકીએ તો તે તળિયે જઈને બેસે છે. પછી તેના લેપ અનુક્રમે દૂર થવાથી તે ઉપર श्री पञ्चसूत्रम् 212