________________ તે પણ અસત્ય છે. સંતાનના ઉચ્છેદને મોક્ષ માનવામાં સંતાનનો ઉચ્છેદ થયા પછી પણ તે સંતાનની ફરીથી ઉત્પત્તિ થશે. જેમ છતા સંતાનનો પણ ઉચ્છેદ-વિનાશ થાય તેમ અછતા સંતાનની ઉત્પત્તિ પણ થાય એમ માનવામાં કાંઈ પણ વિરોધ નથી. ત્યારે શંકાકાર કહે છે કે - ભલે અછતા સંતાનની ઉત્પત્તિ થાય. તેમાં શો વિરોધ છે? ઉત્તર - એમ માનવું ન્યાયયુક્ત નથી. કેમકે તેમ માનવાથી સંતાનની ઉત્પત્તિ કોઈક જ વખત થશે, તેથી અનાદિ ભવ સિદ્ધ નહીં થાય. તથા સંતાનના ઉચ્છેદનો છેલ્લો ક્ષણ અને ઉત્પત્તિનો પહેલો ક્ષણ એ બંને કારણ અને કાર્યરૂપ નહીં હોવાથી છેલ્લી ક્ષણ હેતુરૂપ (કારણરૂપ) અને પહેલો ક્ષણ ફળરૂપ (કાર્યરૂપ) નહીં થાય. અહીં શંકાકાર કહે છે કે - તથા પ્રકારનો જ તેનો સ્વભાવ માનશું. તો તે પર આચાર્ય મહારાજ કહે છે કે - તે સંતાનનો તેવો જ સ્વભાવ છે એવી જે કલ્પના કરવી તે યોગ્ય નથી. કેમ કે તેવી કલ્પનાથી તો તે સંતાન અવશ્ય નિરાધાર થઈ જાય છે. “સ્વ” એટલે પોતાનો “ભાવ” એટલે સત્તા તે સ્વભાવ કહેવાય છે. તેથી તે સંતાન નિવૃત્તિસ્વભાવવાળો પણ 206 श्री पञ्चसूत्रम्