________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા. ઘટી શકે? કારણ કે જેઓ સર્વથા પ્રકારે અજ્ઞાની છે, તેઓનું ધર્મોપદેશ આપવાનું સામર્થ્ય વ્યર્થ છે; જેઓ સ્વયં બુદ્ધ હોય છે, તે જ પર પ્રતિબોધ પમાડી શકે છે, બીજા અજ્ઞાનીઓ પ્રતિબોધ કરી શકતા નથી.” આ શંકાનું ગ્રંથકાર સમાધાન કરે છે કે–“ગુરૂકૃપાથી મારામાં પણ કાંઈક જ્ઞાન રહેલું છે, પરંતુ તે જ્ઞાન સ્વ૯૫ હોવાથી સર્વાપણું ન હોવાને લીધે અસત્ (અછતા) જેવું જ છે. સર્વજ્ઞાની તે કેવળી ભગવાન જ છે, તેના સિવાય બીજો કોઈ પણ પુરૂષ પૂરું પંડિતપણું પામી શકે નહીં, કારણ કે સૂર્ય વિના બીજે મણિ, દીપક વિગેરે કઈ પણ તેજસ્વી પદાર્થ અખિલ પૃથ્વીના સમસ્ત પદાર્થોના સમૂહને પ્રકાશિત કરી શક્તા નથી. તેથી મૂઢ શબ્દ લખીને ગ્રંથકારે પિતાના ગર્વના અપહારને ઉચ્ચાર કર્યો છે તે એગ્ય જ છે.” વળી અહીં બીજી શંકા પણ કોઈને ઉત્પન્ન થાય કે-“હે ભવ્ય ! તમે હિતેપદેશને સાંભળે. એમ કેવળ ભવ્યને ઉદ્દેશીને જ જે કહ્યું, તે પણ અસંગત છે. કારણકે જગતપ્રભુ નિર્વિશેષ બુદ્ધિથી ભવ્ય અને અભિવ્ય જેની પર્ષદા સમક્ષ વર્ષાઋતુના ઉન્નત જળ ભરેલા મેઘની જેવી ગંભીર, મધુર અને એક જન સુધી વિસ્તાર પામતી વાણીવડે સદ્ધર્મને ઉપદેશ આપે છે, તેમાં ભવ્ય કે અભવ્યને કાંઈ પણ વિશેષ હતો નથી.” આ શંકાના સમાધાનમાં ગ્રંથકાર કહે છે કે–ખરી વાત છે કે ભગવાન ભવ્યાભવ્યના વિશેષ વિના જ ધર્મોપદેશ આપે છે, તેપણ તેમાં આટલું અંતરૂં છે, જે ભવ્ય જીવો છે, તે જ અરિહંતે ઉપદેશ કરેલે જીવરક્ષાદિક નિર્મળ હિતોપદેશ કે જે બીજા સર્વ ધર્મ કરતાં અત્યંત શ્રેષ્ઠ છે અને વિશેષ પ્રકારે મોક્ષસુખને સાધવામાં પટુતર છે, તેનું શ્રવણ કરવામાં અધિકારી છે, અને શ્રવણ કર્યા પછી યથાર્થ સિદ્ધિપુરીના માર્ગને