________________
નવ્ય ઉપદેશ સપ્તતિકા. અનુસરીને સિદ્ધાંત (આગમ) માં પ્રતિપાદન કરેલી પવિત્ર ચારિક ત્રની કિયાઓના સમૂહને સ્વીકારે છે અને જેઓ અભવ્યો છે, તેઓ સર્વ પ્રાણીઓને હિતકર અરિહંતનું શાસ્ત્ર સમ્યક્ પ્રકારે શ્રવણ કર્યા છતાં પણ એકાંતે તેમાં રૂચિવાળા (શ્રદ્ધાવાળા) થતા નથી, તેમજ સમ્યક્ પ્રકારે તપ–સંયમની ક્રિયા આચરતા નથી. તેથી તેઓ ગૌરવને યેગ્ય એવા નાગરિક લકના વ્યવહારમાં ગ્રામ્ય લેકની જેમ અરિહંતના ધર્મમાં અધિકારી નથી. આ કારણથી તેમની ઉપેક્ષા કરવી એ જ કલ્યાણકારી છે.” વળી સર્વ પ્રાણુઓના ઉપકારકર્તા ભગવાન જાતે ઉપદેશક છતાં પણ અભવ્યના અંત:કરણમાં સદુપદેશના લેશનો પણ પ્રવેશ નથી થતે તે તેમના અનંતા પૂર્વ ભાગમાં ઉપાર્જન કરેલા અત્યંત દુર્ભોઇ પાપને જ પ્રભાવ છે એમ જાણવું, પરંતુ નિર્દોષનું પોષણ કરનાર જિનેશ્વરનો તેમાં કાંઈ પણ દેષ નથી. તે વિષે પજ્ઞ મેઘદ્વાત્રિશિકામાં કહ્યું છે કે" विश्वत्रातरि दातरि त्वयि समायाते प्रयाते महा___ भीष्मग्रीष्मभरे प्रवर्षति पयःपूरं धन प्रीतिदम् । दुःखाच्छुष्यति यद्यवासकवनं पत्रत्रयाच्चाधिका, यवृधिन पलाशशाखिनि महत्तत्कर्मदुश्चेष्टितम् ॥"
હે મેઘ ! મહા ભયંકર ગ્રીષ્મઋતુ ગયા પછી વિશ્વનું રક્ષણ કરનાર અને દાતાર એ તું આવીને પ્રીતિ આપનાર એવા જળસમૂહને વરસાવે છે, તે વખતે જે કદાચ દુઃખથી જવાસાનું વન સુકાઈ જાય છે, તથા પલાશ (ખાખરા) ના વૃક્ષ ઉપર ત્રણે પાંદડાંથી વધારે પાંદડાં હતાં નથી, તે તેના મહા દુષ્કર્મને જ પ્રભાવ છે.”