________________
નવ્ય ઉપદેશ સમિતિકા. " दाहोपशमस्तृष्णा-विच्छेदः क्षालनं मलस्य यतः । अस्तिसृभिर्बद्धं, तत एव द्रव्यतस्तीर्थम् ॥ सम्यग्दर्शनचरण-ज्ञानावाप्तिर्यतो भवेत् पुंसाम् । आचार्यात्प्रवचनतो, वाऽप्येतद्भावतस्तीर्थम् ॥"
દાહની શાંતિ, તૃષાને નાશ અને મળનું પ્રક્ષાલન એ ત્રણ પ્રયજન સહિત જે હેય, તે દ્રવ્યતીર્થ કહેવાય છે. જે આચાર્યથી અથવા પ્રવચનથી મનુષ્યને સભ્યપ્રકારે જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ થાય તે ભાવતીર્થ કહેવાય છે.”
તેમાં ગંગા નદી, પ્રયાગ ક્ષેત્ર વિગેરે દ્રવ્યતીર્થ છે; કેમકે ત્યાં ગયેલા પ્રાણીઓને બાહ્ય મળનું પ્રક્ષાલન તથા તૃપાને નાશ વિગેરે થાય છે; પરંતુ કર્મરૂપી મળને નાશ થઈ શક્તા નથી. પણ ભાવતીર્થ તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ છે. કારણ કે જ્ઞાનાદિકને પામેલા પુણ્યવંતને દુષ્ટ અષ્ટ કર્મરૂપી મળને નાશ કરવા રૂપ સિદ્ધિ અત્યંત ઘટી શકે છે. આવા પ્રકારના ભાવતીર્થને કરનારા જે હોય તે તીર્થકર કહેવાય છે. આવા ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી સર્વ તીર્થકરેના ચરણકમળને નમન કરીને, તે ચરણકમળ કેવાં છે? તેનું વિશેષણ આપે છે-નિઃશેષ એટલે સમગ્ર એવા જે મનુષ્ય, સ્વર્ગ અને મોક્ષાદિકનાં સુખ, તેમને કંદ એટલે મૂળ કારણ. જેમ કંદથી વનસ્પતિ (વૃક્ષાદિક )ની ઉત્પત્તિ થાય છે, તેમ ભગવંતના ચરણની સેવા જ સમસ્ત સુખસમૂહનો હેતુ છે. તેથી કરીને “નિઃશેષ સુખના કંદરૂપ” એ વિશેષણ યુક્ત છે. આ કારણથી તેમના ચરણને નમસ્કાર ગ્રંથના આરંભમાં શ્રેયસ્કર છે. અહીં કોઈ શંકા કરે કે –“હું મૂઢ બુદ્ધિવાળા છતાં પણ હિતોપદેશને કહું છું. એમ જે કહ્યું, તે કેમ