________________
દીધી હતી. હાર્ડવેર, રંગ, પાઈપ વગેરે ઈમારતને લગતો બધે સામાન રાખી, રાજકોટની બજાર, રાજદરબાર અને કાઠિયાવાડમાં પણ તે દુકાનને અગ્રસ્થાને મૂકી દીધી હતી. તેમણે રોપેલાં અને સીંચેલાં બીજથી અત્યારે પણ એ દુકાનનો દરજે હાલની તીવ્ર હરિફાઈ તેમજ ન ઈચ્છવાજોગ બીજા પ્રપંચેવાળો જમાનો છતાં– એવો જ આબાદ રહ્યો છે.
વ્યાપારમાં પ્રામાણિકતા જાળવવી, એ કાંઈ નાનીસૂની વાત નથી. તેમાંયે ચારે તરફ આકર્ષક પ્રલોભનો, સતત હરિફાઈ વગર લાગવગે અને થોડી મુડી છતાં આપબળ વધવાને પ્રસંગ-વગેરે પરિસ્થિતિ જોતાં આ રને પોતાની પ્રામાણિકતા અને વ્યવહારૂ નીતિ આબાદ જાળવી રાખ્યાં હતાં. વેપારમાં પણ નીતિ જાળવી રહી શકાય છે એ ઉલ દષ્ટાંત આ ભાઈએ બતાવી બજારમાં ઘણું જ સારી છાપ પાડી હતી.
આ વિષમ કાળમાં સેવાભાવી પુરુષોને, કેઈને કોઈ પ્રકારની આપત્તિ તો હોય જ છે. આ નિયમાનુસાર આ ભાઈને બીજી બધી અનુકૂળતા પ્રાપ્ત છતાં, શરીરસ્થિતિ દુર્બળ અને કાયમ રોગપ્રસ્ત હતી. આમ હોવા છતાં પણ, તેમણે રાજકોટની દરેક ધર્માદા સંસ્થાનું કામ, મરણની છેલ્લી ઘડી સુધી, બહુ જ કાળજીથી, ચતુરાઈથી, તેમજ પ્રામાણિકપણે ખંતપૂર્વક બજાવ્યું હતું. •
સામાન્ય માણસે, આ કાળમાં દેહને પ્રથમ સંભાળી, પછી બીજી સેવા કરે છે. “પ્રથમ દેહ અને પછી સેવા” એ સૂત્રને બરાબર સેવે છે, ત્યારે આ ભાઇએ પરમાર્થ–પરોપકારને સાધવા, દેહનાં દુઃખને ઉદયાધીન છેડી સમભાવે રહી જનસેવા, પશુસેવા, સંધસેવા તથા કુટુંબસેવા વગેરેને પિતાનું કર્તવ્ય ગણ્યું હતું અને આ કર્તવ્યપાલનને પરિણામે તેઓ–
પાંજરાપોળના પ્રાણ હતા, જૈનશાળાનું જીવન હતા,