________________
સંધના અનન્ય સેવક હતા, મુંગા પશુઓના માતાપિતા હતા, સાધુ–શ્રાવકના સાચા સલાહકાર હતા, ભૂખ્યા તરસ્યાના ભાઈ હતા.
આ ઉપરાંત તેઓ અનેક સસ્થાઓના માનનીય અને સર્વાં નુમતે સ્થાપિત કાષાધ્યક્ષ (ટ્રેઝરર) હતા. એમને ત્યાં કાઈ પણુ ક્રુડના સેંકડા કે હજારા રૂપિયા રખાતા. એવાં કુંડાના હિસાબ નિયમિતરૂપે બહાર પાડવા, આડીટ કરાવવા, નાની નાની રકમાના મેળ રાખવા વગેરે ઘણી તકલીફ છતાં, તેઓ એ કામ ધણા જ આનંદપૂર્વક જાતે જ કરતા અને ઘણીવાર ખાલી જતા કે, આવા પરમાના કામમાં મારા જે વખત જાય છે તે જ મારૂં સાચું ભાતું છે અને એમાં મારાં અહેાભાગ્ય માનું છું.”
66
આવી પ્રતિષ્ઠાને લીધે, જ્યારે જ્યારે રાજકોટમાં શુભ કામના ફાળા થતા ત્યારે જનસમાજ જો એમ જાણે કે, આ નાણાંના ટ્રેઝરર શેઠ કપુરચંદભાઈ છે તેા ઘણી ઉલટથી નાણાં ભરી આપતાં. વીશ વર્ષ કરતાં વધુ વર્ષો સુધી ટ્રેઝરરની પદવી ભાગવી હતી અને તેમની કુનેહથી તે સંસ્થાની પ્રગતિ પણ ધણી થઇ હતી અને નાણાંની પણ સલામતી પૂરેપૂરી સચવાઈ હતી.
તેમની દાન દેવાની પદ્ધતિ ઘણી જ સારી હતી. કેટલાંક નાણાં, અન્ન વગેરે એવી રીતે દાનાર્થે વપરાતાં કે તેમના પુત્રા પણ જાણી શકતા નહિ. ગુપ્ત દાનની તેમની આ રીત એટલી તેા ઘડાઈ ગઈ હતી કે, તેમના મિત્રા પણ તેમણે કેટલું દાન કર્યું તે માપી શકતા નહિ.
બાળપણમાં જૈનધર્મના સંસ્કારા માતાપિતા પાસેથી મળેલાં. ઉપરાંત પોતે પૂના સસ્કારી હાવાથી શરીર તથા વ્યાપારની ઉપાધિ તથા સેવાની અનેક પ્રવૃત્તિઓ હાવા છતાં તેઓ સવારસાંજ પાતાથી બનતી દરેક ધર્મક્રિયા કરવાનું ચૂકતા નિહ.