________________
રાજકૈાટના શ્રાવકરત્ન
શ્રી કપુરચંદ પાનાચંદ મહેતાને સક્ષિપ્ત જીવન પરિચય.
સ
આ પરોપકારી શ્રાવકકુલદીપક પુરુષનેા જન્મ સંવત્ ૧૯૩૫ ના મહામાંગલિક, પુણ્યમય પર્યુષણ પર્વના પ્રથમ દિવસે એટલે અટ્ઠાધરના રાજ રાજકોટમાં થયા હતા. જન્મદિવસના માહાત્મ્ય ઉપરથી તેમના યશસ્વી જીવનની ઝાંખી થઈ શકે છે. આવા મહા ધમ પવના શુભ દિવસે પૂર્વ પુણ્યાયના પ્રતાપે કાઈ વિરલાના જ
જન્મ થાય છે.
ઘણે ભાગે આ કાળે રત્નરૂપ થવાના પુત્રાના માતાપિતાની સ્થિતિ સાધારણ જ હોય છે તે રીતે તેમના માતાપિતા સાધારણ સ્થિતિમાં હતાં. પાનાચંદભાઈ અને તેમનાં ધમ પત્ની ભદ્રિક, ધર્મ - પરાયણ તથા સરળ સ્વભાવનાં હતાં. ભાઈ કપુરચંદ યુવાનવયને પ્રાપ્ત થતાં તેમના માતાપિતાનું અવસાન થયું, તેથી કુટુંબને બધા મેાજો તેમના માથા ઉપર આવી પડયા. પરંતુ આનંદની વાત એ હતી કે, પિતાની હયાતીમાં આ રને ગુજરાતી અને અંગ્રેજીનું જ્ઞાન તેમજ ધર્મશાસ્ત્રનું પણુ સારૂં જ્ઞાન મેળવી લીધું હતું જેથી તે કૌટુંબિક ભાર ઘણી જ સરળતા અને સફળતા પૂર્ણાંક વહન કરી
શકયા હતા.
ભાઇ કપુરચંદ ખૂબ જ કાર્યસાધક અને વ્યવહારકુશળ હતા. તેમની કાર્યદક્ષતા અને વ્યવહારકુશળતાના પરિણામે તેમણે ઇમારતી લાકડાંની એક નાનીશી દુકાનને ધીમે ધીમે મેાટા પાયા ઉપર આણી