________________
૧૮
આત્મકલ્યાણ સાધવાની સીડીએ ચડવા માટે જે ઉત્તમ ભાવનાઓ રૂપી સહાયકોની સહાયની જરૂર છે તે ભાવનાઓ ઉક્ત સીડીનાં પગથીયાંને બરાબર રીતે ઓળખીને સર્વ રીતે સંપૂર્ણ સહાય આપનારી હોવી જોઈએ. આ ભાવનાઓ જૈન શાસ્ત્રમાં બાર પ્રકારની કહી છે અને એ બાર ભાવનાઓ આત્મતત્વ સંબંધી પૃથફ પૃથફ પ્રકારનું જ્ઞાન મસ્તિષ્કને કરાવીને તેનું ચિંતન કરવાને ઉપદેશ કરીને અને એ ચિંતનઠારા ભાવના મનુષ્યની સ્વભાવસિદ્ધ વિશિષ્ટતાઓ બની જવી જોઈએ એવું કહીને મનુષ્યને આત્મકલ્યાણ સાધવામાં સહાય કરે છે, બલકે એ ભાવનાઓ જ આત્મકલ્યાણ સાધી આપે છે. પહેલી અનિત્ય ભાવનાદ્વારા આ જગતની અનિત્યતાનું ચિંતન કરવાનું છે. જ્યાં સુધી આત્માની સ્થળ સંપત્તિઓનું જ્ઞાન મનુષ્યને થતું નથી, ત્યાં સુધી સૂક્ષ્મ સંપત્તિએને ખ્યાલ તેને આવી શકતો નથી. આ જગતમાં સઘળી અનિશ્ચિત વસ્તુમાં એક વાત નિશ્ચિત છે અને તે એ છે કે “વસ્તુ માત્રના પર્યાય ક્ષણે ક્ષણે ફર્યા કરે છે.” જગતની કોઈ પણ વસ્તુ નિત્ય નથી. ત્યારે નિત્ય શું છે? એક માત્ર આત્મા. આ પ્રમાણે પહેલી જ ભાવનાદ્વારા જડ જગતથી ચેતન આત્માનું પૃથફત્વ બતાવીને આત્માને સ્થળ સંપત્તિરૂપ જગત કોઈ રીતે કામનું નથી એમ બતાવ્યું. તેની બીજી સ્થળ સંપત્તિ આ દેહ અને તે દેહ ઉપર મમત્વ ધરાવતાં આપ્તજને છે, પરંતુ બીજી અશરણ ભાવના કહે છે આત્માને તે સઘળું પણ નિરૂપયોગી છે. તેના કલ્યાણને માટે સ્થૂળ દેહ કે સ્વજનો કોઈ પણ કામમાં આવે તેમ નથી અને તેથી નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા “અશરણ’ છે– શરણરહિત છે. ત્યાર બાદ આત્મા જે સ્થૂળ સંચગોમાં મેલાયો છે એ સગાની વિચારણા કરવાથી આત્માને આ જગતમાંની પિતાની સ્થિતિનું સંપૂર્ણ ભાન થાય છે. જે સંયોગમાં તે મેલાયો છે તે આ “સંસાર” છે અને તેથી ત્રીજી સંસાર ભાવનાદ્વારા સંસારની